વંથલીનાં નવાગામ ખાતે જુગાર દરોડામાં રૂા. ૧.૧૮ લાખનાં મુદામાલ સાથે ૮ ઝડપાયા

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ આર.કે. ગોહીલ, પીએસઆઈ ડી.જી. બડવા દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિ ડામવા પ્રયત્નશીલ હોય દરમ્યાન ક્રાઈમ બ્રાંચનાં પો.હે.કો. બી.બી. ઓડેદરા, ડી.આર. નંદાણીયા, દિનેશભાઈ કરંગીયાને મળેલ બાતમીનાં આધારે નવાગામ (મહોબપરા)નાં હબીબ સુલેમાન ગામેતી તથા જૂનાગઢનાં મહમદ અલ્લારખાની ભાગીદારીમાં ગોકુલનગર પ્લોટ વિસ્તારમાં જુગાર અંગે રેડ પાડતાં મહમદ સમા, ઉંમરભાઈ સમા, અલ્લારખા સમા, ભાણજીભાઈ સોલંકી, મનોજભાઈ મારૂ, કાંતિભાઈ સખીયા, શરદભાઈ ટીલવા અને મગનભાઈ કમાણીને રોકડ રૂા. ૩રપ૩૦, મોબાઈલ-૪, મોટર સાયકલ-૩ મળી કુલ રૂા. ૧,૧૮,પ૩૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ આર.કે. ગોહીલ, પીએસઆઈ ડી.જી. બડવા, એસ.એ. બેલીમ, ડી.આર. નંદાણીયા, વી.કે. ચાવડા, બી.કે. સોનારા, ભરતભાઈ ઓડેદરા, જીેષ મારૂ, નિકુલ પટેલ, ડાયાભાઈ કરમટા, યશપાલસિંહ જાડેજા, દિનેશભાઈ કરંગીયા, દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઈ સોલંકી, જયદીપભાઈ કનેરીયા વગેરે પોલીસ સ્ટાફ જાેડાયેલ હતો. જયારે એ ડીવીઝનનાં એએસઆઈ વલ્લભભાઈ રાજાભાઈ અને સ્ટાફે મેઘાણીનગરમાં જુગાર અંગે રેડ કરતાં ત્રણ શખ્સોને રોકડ રૂા. રપ૦૦ સાથે તેમજ બી ડીવીઝનનાં પો.કો. કલ્પેશભાઈ ગેલાભાઈ અને સ્ટાફે મુબારકબાગમાં જુગાર અંગે રેડ કરતાં બે શખ્સોને રોકડ રૂા. ૪૦પ૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે નાસી જનાર ચાર શખ્સોને ઝડપવા પોલીસે ચક્રો ગતીમાન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!