જૂનાગઢના તળાવ દરવાજા વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપમાંથી ચોરી કરનાર તસ્કરે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરેલ છે. આ અંગે જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરના હર્ષદનગરમાં સાહિદભાઈ હમીદભાઈ બ્લોચે બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરના તળાવ દરવાજા વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપની ઓફિસમાંથી અજાણ્યા શખ્સે બે મોબાઈલ, ઓઈલના પ૦ ડબ્બા સહિત રૂા. ર૩ હજારના મુદ્દામાલની ચોરી કરી છે. ત્યારબાદ રેન્જ ડીઆઈજી મનીંદરસિંઘ પવાર, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરતાં સીસીટીવી ફુટેજના આધારે જાણવા મળેલ કે ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા મેહુલ પ્રવિણ સોલંકી (ઉ.વ. રર)એ ચોરી કરેલ છે. આ શખ્સ કાળવાચોકમાંથી પસાર થતાં તેને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી બે મોબાઈલ કિંમત રૂા. ૧૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બાદમાં પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કરતાં તસ્કરને જેલ હવાલે કરાયો છે.
આરોપી મેહુલ પ્રવીણભાઈ સોલંકી અંગે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી મેહુલ પ્રવીણભાઈ સોલંકી ૨૦૧૪ ની સાલમાં જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારના કેસમાં, જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોનીની દુકાનમાં ચોરીના ગુન્હામાં, જૂનાગઢ શહર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સને ૨૦૨૦ ની સાલમાં ઘરફોડ ચોરી તથા લોક ડાઉન જાહેરનામા ભંગ એક એક એમ બે કેસમાં, ઉપલેટા ખાતે ચોરીના કેસમાં તેમજ અટકાયતી પગલાના કામે આશરે અડધા ડઝન (૦૬ ગુન્હામાં) પકડાયેલ આંતર જિલ્લા આરોપી હોવાની વિગતો પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતું. ઘરફોડ ચોરીના ગુન્હામાં પકડાયેલ આરોપી આરોપી મેહુલ પ્રવીણભાઈ સોલંકી પોતાના ભૂતકાળમાં કરવામાં આવેલ ગુન્હાઓ છુપાવવા માંગતો હતો, પરંતુ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, પોકેટ કોપ એપ્લિકેશન એ આરોપીની પોલ ખોલી નાખતા, આરોપી ક્ષોભ જનક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ હતો. પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ જાણવા મળતા, આરોપીએ પોતે ભૂતકાળમાં ઉપરોક્ત ગુન્હાઓ આચારેલાની કબૂલાત કરવામાં આવેલ છે. આમ, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા ગુન્હાઓમાં પકડાયેલ આરોપીના ગુન્હાહિત ઇતિહાસ બાબતે વિગતો આંગળીના ટેરવે હાથ લાગતાં, પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થયેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews