જૂનાગઢ શહેરના બસ સ્ટેશન નજીક રાહદારીઓને હડફેટે લેનાર કારચાલકને લોકોએ ઝડપી પોલીસ હવાલે કર્યો

જૂનાગઢ શહેરના બસ સ્ટેશન નજીક એક કારચાલકે રાહદારીઓને હડફેટે લેતાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ અકસ્માત બાદ લોકોએ કાર ચાલકને ઝડપી લઈ અને બી ડિવીઝન પોલીસને સોંપી દીધો હતો.
આ અંગેની મળતી વિગત મુજબ જૂનાગઢ શહેરના બસ સ્ટેશન નજીક આવેલી ત્રિમૂર્તિ હોસ્પીટલ નજીક ગઈકાલે રાત્રે એક કારચાલક પસાર થઈ રહયો હતો. દરમ્યાન કાર ચાલકે સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવી ત્રણ લોકોને હડફેટે લેતાં તેમને ઈજા પહોંચી હતી. આ અકસ્માત બાદ લોકો દોડી આવ્યા હતા અને અજાણ્યા કારચાલકને ઝડપી લઈ અને બી ડિવીજન પોલીસને સોંપી દીધો હતા. અકસ્માતને પગલે બસ સ્ટેશન રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!