જૂનાગઢમાં ઝુપડપટ્ટી પ્રશ્ને કોર્પોરેશનમાં હલ્લાબોલ


જૂનાગઢ તા.૭ ઃ જૂનાગઢ મહાનગરપાલિકાનાં પુર્વ મેયર લાખાભાઈ પરમાર દ્વારા ઝુપડપટ્ટી મુદે સત્યાગ્રહ કરવામાં આવી રહયા છે. અને આજે ૬૬ દિવસ થયા હોવા છતાં પણ આ પ્રશ્ને કોઈ હજુ ઉકેલ આવતો નથી. આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે હલ્લાબોલનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલાઝુપડપટ્ટીમા રહેતા રહેવાસીઓના પ્રશ્ને તેઓને યોગ્ય ન્યાય આપી અને રેગ્યુલાઈઝ કરવાની બુલંદ માંગણી સાથે આંદોલન ચલાવવામાં આવી રહયું છે. હજુ સુધી યોગ્ય ન થતાં આજે ધર્મેશભાઈ પરમાર અને સંખ્યાબંધ લોકો સાથે કોર્પોરેશન ખાતે હલ્લાબોલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને આંબેડકરનગર ઝુપડપટ્ટીને તાત્કાલીક રેગ્યુલાઈઝ કરવાની માંગણી કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!