જૂનાગઢ : વંથલીના ટીડીઓને પીધેલી હાલતમાં ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ ખાતે ભાડાના મકાનમાં રહેતા વંથલીના ટીડીઓએ પીધેલી હાલતમાં એપાર્ટમેન્ટમાં ધમાલ બાદ એપાર્ટમેન્ટના રહેવાસીઓએ આ અંગે બી ડીવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે તેની સામે ધોરણસરની કાર્યાવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ બી ડીવીઝન પીએએસઆઈ વિરમભાઈ કે. ડાકીએ જણાવ્યું હતું કે, જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર ગોલ્ડ સ્ટાર એપાર્ટમેન્ટના રહેવાસીઓએ જાણ કરી હતી કે ર૦૧ નંબરના બ્લોકમાં બંધ મકાનમાંથી ચીચીયારી સાથે ધમાલ મચી હોવાનો અવાજ આવે છે.
દરવાજાે ખોલાવવા માટે એપાર્ટમેન્ટના લોકોએ પ્રયાસ કરવા છતાં અંદર રહેલ વ્યક્તિ દરવાજાે બે કલાકથી ખોલતા નથી. આ એપાર્ટમેન્ટના ૪૪ બ્લોકના લોકો અને આજુબાજુના લોકોએ એકઠા થઈ મકાનનો દરવાજાે ખોલાવવા પ્રયાસ કરવા છતાં પણ દરવાજાે ખોલવામાં આવતો ન હોય પોલીસે ઘટના સ્થળે પહોંચી દરવાજાે તોડી અંદરથી વંથલીના ટીડીઓને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!