સૌરાષ્ટ્ર ઝોનનાં કોવિડ વિજય રથનો જૂનાગઢથી થયેલ પ્રારંભ

0

કોરોના મહામારીનાં જંગમાં સાવચેતીનાં તમામ પગલા અને આરોગ્ય વિષયક કામગીરીના ભાગરૂપે આજે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે સાવચેતીને સંગ જીતીશુ જંગ કોવીડ વિજય રથનું ડિઝીટલ ફલેગ ઓફથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર ઝોનનાં કોવીડ વિજય રથનું જૂનાગઢ કલેકટર કચેરી ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ તકે અધિકારી ગણ ઉપસ્થીત રહયા હતાં.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, યુનિસેફ અને પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો દ્વારા ગુજરાતમાં કોવિડ વિજયરથ જનજાગૃતિ અભિયાનની શરૂઆત આજથી કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ રાજયના પાંચ જુદા-જુદા ઝોનમાં જૂનાગઢ, ભૂજ, અમદાવાદ, પાલનપુર અને સુરતથી કોવિડ વિજય રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને રાખી સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થાય તે હેતુને લઈને નવતર અભિગમ અપનાવી સમગ્ર રાજયના જુદા-જુદા વિસ્તારોમાં પરિભ્રમણ કરનાર આ રથને આજે સાતમી સપ્ટેમ્બરના રોજ ડીજીટલ – સોશ્યલ મિડીયાના માધ્યમથી રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ડીજીટલ ફલેગઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત વિભાગના વડા પીઆઈબી અને આરઓબીના એડિશનલ ડાયરેકટર જનરલ ડો.ધીરજ કાકડીયાએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના સમયસૂચકતા સાથેના અસરકારક નિર્ણયો અને ગુજરાત રાજય સરકાર દ્વારા આ નિર્ણયોને પગલે કરેલ ત્વરીત કામગીરીને કારણે કોવિડની ભીષણ અસરથી દેશને અને ગુજરાત રાજયને બચાવવામાં મહદઅંશે સફળતા મળી હોવાના સંકેતો મળે છે. કોવિડ સામેની લડાઈના આ નિર્ણયક તબકકામાં લોકોનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થાય અને સાવચેતી રાખવામાં હજુ વધુ જાગૃતિ કેળવાય તેવા ઈરાદાથી આ અભિયાન શરૂ કરાયું છે. કોવિડ-૧૯ સામેની લડાઈમાં ધારદાર શસ્ત્ર તરીકે સામાજીક અંતર અને માસ્ક પહેરવું ફરજીયાત ગણાવાય છે. આ સંદેશાઓ લોકો સુધી પહોંચાડવા કરાયેલા આયોજનને ડીજીટલ માધ્યમથી લોન્ચ કરવામાં આવેલ છે. રાજયના પાંચ ઝોનમાં આવેલી વિભાગની ઝોનલ કચેરીના શહેરો જૂનાગઢ, ભૂજ, અમદાવાદ, પાલનપુર અને સુરતમાંથી સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ રથનું પ્રસ્થાન ગાંધીનગરથી સીએમ કાર્યાલયમાં ઉપસ્થિત રહીને રાજયનાં મુખ્યમંત્રીના હસ્તે ઈ-ફલેગઓફ દ્વારા કરવામાં આવ્યું હતું. સાતમી સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ વાગ્યાથી સોશ્યલ મિડીયાના પ્લેટફોર્મ ઉપર આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ હતો. અને ત્યારબાદ પાંચ શહેરમાં હાજર વિશેષ મહાનુભાવોએ લીલી ઝંડી આપી આ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું અને આવનાર ૪૪ દિવસ સુધી આ રથ રાજયના તમામ જીલ્લાના કોવિડ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરશે. રથની સાથે – સાથે કલાકારો સામાજીક અંતર જાળવી કલાના માધ્યમ દ્વારા પણ લોકોમાં જાગૃતતા સંદેશને ફેલાવશે. અભિયાનમાં પ્રચાર- પ્રસારના તમામ માધ્યમોનો ઉપયોગ કરવાની સાથે પ્રિન્ટ તેમજ ઈલેકટ્રોનિક મિડિયા તેમજ સોશિયલ મિડીયા દ્વારા પણ વધુને વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!