Sunday, January 24

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ર૯ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હજુ પણ ચાલુ રહેલ હોય તેમ ગઈકાલે વધુ ર૯ કેસ કોરોનાના નોંધાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કોરોનાના ર૯ કેસ પૈકી જૂનાગઢ શહેર ૧ર, જૂનાગઢ ગ્રામ્ય ૧, ભેસાણ -ર, માળીયા, મેંદરડા અને વિસાવદરમાં ૧-૧ કેસ તેમજ વંથલીમાં કોરોનાના ૩ કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ર૩ દર્દીઓની તબિયત સ્વસ્થ થતા તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. જૂનાગઢ શહેર અને ઝોનમાં જાહેર કરાયેલા ૧૮ર કન્ટેનમેન્ટ ઝોનનાં ૧૮રપ ઘરોમાં ૬૯૩ર લોકો વસવાટ કરી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!