ભવનાથમાં આવતા લોકોને નથી કોરોનાનો ડર, માસ્ક વગર ફરી રહ્યા છે ટોળા : કોરોના સંક્રમણ વચ્ચે રવિવારની મજા માણવા લોકો ભવનાથ પહોંચ્યાં, મેળા જેવો માહોલ
કોરોના વાઇરસ હવે લોકો માટે સામાન્ય બનતો જાય છે. લોકોના મનમાં કોરોનાનો ભય જ ન રહ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે. પરંતુ હજુ પણ કોરોના નાબુદ નથી થયો અને દિવસેને દિવસે વધી રહ્યો છે. રોજના હજારોની સંખ્યામાં લોકોના મોત થઇ રહ્યા છે. માર્ચ મહિનામાં કોરોનાની ભારતમાં એન્ટ્રી થઇ ત્યારે ૨૩ માર્ચના ભારતભરમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું. કોરોના વાઇરસથી લોકો એટલા ડરતા હતા કે ઘરની બહાર નિકળવું ભારે પડતું હતું. ધીરે ધીરે સરકાર લોકડાઉન વધારતી ગઇ અને કોરોનાને નાબુદ કરવાના અનેક પ્રયાસો પણ કર્યા હતા. પરંતુ કોરોના કાબુમાં આવવાને બદલે વધી રહ્યો છે. આખરે સરકાર પણ થાકી અનલોક-૧માં થોડીઘણી છુટછાટ આપી આથી ફરી લોકો પોતાના કામ ધંધે જવા નિકળ્યા પરંતુ કોરોનાની કોઇ વેક્સીન ન મળતા તેનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. કોરોનાની મહામારીને કારણે હજુ સ્કુલ, કોલેજ અને અમુક રેલ્વે સેવાઓ બંધ છે. તે ઉપરાંત ધાર્મિક કાર્યક્રમો અને પ્રસંગો પણ વધારે લોકો ભેગા ન થાય તે માટે રોક લગાવી દેવામાં આવ્યો છે. જ્યારે હવે તા.૧ સપ્ટેમ્બરથી અનલોક-૪માં રાજ્ય સરકારી થોડીઘણી વધારે છુટછાટ આપતા લોકોને હરવા ફરવા માટે સ્વતંત્રતા મળી હોય તેથી લોકો મુકતપણે હરી ફરી રહયા છે. જૂનાગઢનો ભવનાથ વિસ્તાર કે જ્યા ચોમાસામાં સમયમાં પ્રકૃતિ સૌદર્યથી ખીલી ઉઠે છે તેને જોવા માટે અનેક લોકો ભવનાથ પહોંચી જાય છે. ત્યારે અનલોક-૪માં છુટછાટ મળતા ભવનાથ વિસ્તારમાં રવિવવારની રજામાં મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
દામોદરકુંડથી લઇને ગિરનાર ચીડી સુધી લોકોની ટ્રાફિક જોવા મળતો હતો. ગઈકાલે રવિવારે રજાનો દિવસ હોવાથી લોકો જાણે કોરોનાની મહામારીને ભુલીને ફરવા જ નિકળી ગયા હતા. જો કે, તેમને રોકવા વાળુ તંત્ર પણ કોઇ ન હતું. ભવનાથ જિલ્લા પંચાયત રસ્તા ઉપર બંન્ને સાઇડ અને વચ્ચે લોકો એકઠા થઇને બેઠા હતા અને સોશ્યલ ડીન્સન્ટનો ભંગ થઇ રહ્યો હતો. રજાની મજા પણ અનેક લોકો માટે એ જોખમી સાબિત થઇ શકે છે. ત્યારે લોકોને એ ન ભુલવું જોઇએ કે થોડીઘણી છુટછાટ મળતા એકઠુ થઇ જવું જોઇએ કારણે તેનાથી કોરોના વધુ ફેલાઇ શકે છે. હજુ સુધી કોરોનાની વેક્સીન ન મળતા દિવસેને દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે જૂનાગઢ તંત્ર દ્વારા પગલા લેવા જોઇએ અને ભવનાથમાં રજાની મજા માણવા આવતા લોકો ફરજિયાત માસ્ક પહેરે, સોશ્યલ ડીન્સન્ટ જળવાય તે સહિતી તકેદારી રહે જો આવી કોઇ તકેદારી નહીં રહે તો જૂનાગઢમાં કોરોનાના કેસોની સંખ્યામાં અઢળક વધારો થઇ શકે છે. ત્યારે હજુ પણ કોરોના સામે લડવા હોય તે માટે સાવચેતી રાખવી જરૂરી છે.
રજાના દિવસોમાં ભવનાથમાં રોમીયો બેફામ
રજાના દિવસોમાં લોકો તેમના પરિવાર સાથે ભવનાથ વિસ્તારમાં ફરવા ઉમટી જાય છે. પરંતુ અમુક રોમીયો દ્વારા આ વિસ્તારમાં ધુમ સ્ટાઇલે બાઇક ચલાવી લોકોને પરેશાન કરે છે તો જંગલ વિસ્તારમાં યુવતી અને મહિલાનોની છેડતી કરતા હોય તેવી હરકતો પણ કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.
દામદરકુંડ અને જટાશંકર સહિતની જગ્યાઓ ઉપર લોકો ન્હાવા પહોંચે છે
ભારે વરસાદના કારણે ગિરનાર જંગલમાં અનેક ઝરણા વહેતા થયા છે. ત્યારે ખાસ કરીને જટાશંકર તેમજ ઓવરફલો થયેલા દામોદરકુંડ ખાતે રવિવારની રજાના દિવસે લોકો ન્હાવા માટે ભાવિકો ઉમટી પડે છે અને લોકોને ન્હાતા હોવાથી દારોદર કુંડમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે વહેતા પાણી અને પહાડનાં ધોધમાં ન્હાવું તે ક્યારે જોખમી સાબિત થઇ શકે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews