જૂનાગઢમાં જુગાર દરોડામાં ૪ પુરૂષ સહીત ત્રણ મહીલા ઝડપાઈ

જૂનાગઢ એ ડીવીઝનનાં પો.કો. દિનેશભાઈ રામભાઈ અને સ્ટાફે ધરારનગર આંબેડકરનગર કબુતરી ખાણ પાસે જાહેરમાં જુગાર રમતા રમેશ દાફડા, અનીલ ગોસ્વામી, જગ્નેશ વાળા, હસમુખ પારઘી, મંજુબેન દાફડા, પુજાબેન મુળીયા, દક્ષાબેન સોલંકીને રોકડ રૂા. ૩૬૧૦ સાથે ઝડપી લીધેલ છે.
અન્ય જુગારનાં દરોડામાં ચોરવાડ પોલીસ સ્ટેશનનાં પો.કો. ભાવસિંહ કેશરભાઈ અને સ્ટાફે વીસણવેલ ગામની રાતડાપા સીમ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતાં ૬ શખ્સોને રોકડ રૂા. ૧૩૩૦૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે ચોરવાડનાં પો.હે.કો. પી.જે. ડાભી અને સ્ટાફે ખરેડા સીમ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતાં ૯ શખ્સોને રોકડ રૂા. ર૭૩૦૦, મોબાઈલ-૪ મળી કુલ રૂા. ૩૭૩૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે નાસી જનાર ભરત જાેરાને ઝડપવા પોલીસે ચક્રો ગતીમાન કરેલ છે. જયારે ચોરવાડનાં પો.કો. ભાવસિંહ કેશરભાઈ અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતાં ત્રણ શખ્સોને રોકડ રૂા. ૧૧રપ૦ સાથે ઝડપી લીધેલ છે.
મેંદરડામાંથી વરલી રમતા બે ઝડપાયા
મેંદરડાનાં પો.કો. વિક્રમભાઈ દેવાભાઈ અને સ્ટાફે સોજી બજાર પાસેથી જાહેરમાં વરલી મટકાનાં આંકડા રમતા અકરમ કુરેશી અને સુરેશ મકવાણાને રોકડ રૂા. ૧૦૧ર૦, મોબાઈલ-૩ મળ કુલ રૂા. ૧૯૬ર૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે નાસી જનાર આરીફ કુરેશીને ઝડપી લેવા ચક્રો ગતીમાન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!