જૂનાગઢમાં પરણીતાને સાસરીયા તરફથી ત્રાસની નોંધાઈ ફરીયાદ

જૂનાગઢમાં પરિણીતાને સાસરીયા તરફથી ત્રાસ અપાતો હોવાની ફરિયાદ પોલીસે દફતરે નોંધાઈ છે. જવાહર રોડ ઉપર વલ્લભ એપાર્ટમેન્ટ બ્લોક નં.૪૦રનાં ચોથા માળે રહેતા પ્રિતીકાબેન મયંકભાઈ સોઢા (ઉ.વ.ર૭) હાલ રાજભૂમિ એપાર્ટમેન્ટ ખાતે રહે છે. તેઓએ તેમના પતિ મયંકભાઈ રમેશભાઈ સોઢા, સાસુ જયશ્રીબેન રમેશભાઈ, નણંદ દિપ્તીબેન નંદીશભાઈ, ચાંદનીબેન રાજભાઈ રૂપારેલીયા સહિતનાઓ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, પ્રિતીકાબેનને તેના લગ્ન જીવનનાં સવા વર્ષબાદ તેના નણંદ અવાર-નવાર ફરીયાદીની ચીજવસ્તુઓનો વપરાશ કરી તુ બાવાજીની છોકરી છો જે બાબતે મેણાં ટોણાં મારી તેમજ ફરીયાદીનાં સાસુને પણ ચઢામણી કરતા હોય જેથી પ્રિતીકાબેનનાં સાસુ તથા પતિ પણ બીભત્સ શબ્દો કહી ફરીયાદીને મારકુટ કરી શારીરિક દુઃખત્રાસ આપી તથા વિધવા નણંદ ફરીયાદીની સાથે રહી તેના દ્વારા પણ મેણાટોણાં મારી ત્રાસ અપાતો હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૪૯૮ (ક), ૩ર૩, પ૦૪, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ મહિલા પોલીસ સ્ટેશનનાં પીઆઈ જે.પી.વરીયા ચલાવી રહયાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!