જૂનાગઢ એસઓજીનાં હે.કો. પી.એમ.ભારાઈ અને સ્ટાફે ફરઝાના હોલ નજીકથી ગઈકાલે ચોકકસ બાતમીનાં આધારે વોચ ગોઠવી અને ફૈઝલખાન નાશીરખાન પઠાણ ઉ.વ.ર૧ નામના શખ્સને દેશી હાથ બનાવટનો તમંચો ૧, પીસ્તોલ ૧ તથા જીવતા કારતુસ બે સાથે ઝડપી લીધો હતો. રેઈડ દરમ્યાન તમંચો ૧ રૂા.પ હજાર, તથા પિસ્તોલ ૧ રૂા.૧પ હજાર, જીવતા કારતુસ નંગ-ર મળી કુલ રૂા.ર૦,ર૦૦નો મુદામાલ જપ્ત કરેલ છે. આ બનાવ અંગે બે વ્યકિત સામે કાર્યવાહી કરવામાં આવી છે. વધુ તપાસ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના હે.કો. ડી.એલ. બકોત્રા ચલાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews