રાજ્યમાં હવે શહેર કરતા ગ્રામીણ વિસ્તારોમાંથી કોરોનાના વધારે કેસ સામે આવી રહ્યા છે. રાજ્યમાં દરરોજ ૧૩૦૦થી વધુ કેસ જ્યારે ૧૫થી ૨૦ લોકોના મોત થયા છે. આ સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૧,૦૫,૬૭૧ કેસ પોઝિટિવ નોંધાયા છે અને કુલ ૮૬,૦૩૪ દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે ૩,૧૨૩ દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોવિડ-૧૯ના કુલ ૨૮ લાખ ૫૩ હજાર ૩૭૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં ૧૬,૫૧૪ એક્ટિવ કેસ છે, જેમાંથી ૮૯ દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે ૧૬,૪૨૫ દર્દીઓની હાલત સ્થિર છે. ગઈકાલે છેલ્લા ૨૪ કલાકમાં ૧,૩૩૦ નવા દર્દી નોંધાયા છે અને ૧,૨૭૬ દર્દી સાજા થયા છે. જ્યારે ૧૫ લોકોના મૃત્યુ થયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews