મંત્રીઓને હવે કમલમમાં નહી બેસવું પડે : કોરોનાનો ડર

કાર્યકરોના કામ થતા નથી તેની ફરિયાદના નિરાકરણરૂપે કોબા કમલમ ખાતે મંત્રીઓએ સાહમાં બે દિવસ કમલમ ખાતે બેસવાના આદેશ થયા છે. છેલ્લા ત્રણ સાહથી શરૂ થયેલા આ સીલસીલાને પરિણામે કાર્યાલય મંત્રી સહિત બે જણા સંક્રમિત થયા છે. આથી મંત્રીઓ કમલમ ઉપર આવવાને બદલે વેબકેમ મારફતે કાર્યકરોને સાંભળશે ગઈકાલે મહેસુલ મંત્રી કૌશિક પટેલ આજે જયદ્રથસિંહ પરમાર વેબકેમ મારફતે કાર્યકરોને સાંભળ્યા હતા. કમલમ પર શરૂ થયેલી આ સુનાવણીમાં મોટેભાગે દબાણ-બદલી અને ભ્રષ્ટ્રાચાર સંબંધીત ફરિયાદોનો ધોધ છૂટયો છે. અધિકારીઓ સમયસર કામ કરતા નથી તેવી રાવ પણ થાય છે. શિક્ષણ, આરોગ્ય, ગૃહ વિભાગમાં બદલીના પ્રશ્નો મોટા પ્રમાણમાં થઈ રહી છે. કાર્યકરો એવું માને છે કેમ કમલમ ખાતે રજૂઆત થઈ છે. એટલે પ્રશ્નનું નિરાકરણ આવ્યું જ સમજો. સામે પક્ષે મંત્રીઓને મુંઝવતા પ્રશ્નોમાં બદલી કરવી તો કયા વિભાગમાં કોની ભલામણ કરે બીજીબાજુ કાર્યકરો દ્રારા જમીનના કામોને દબાણોઉભા કરવામાં આવી રહ્યા છે. પરિણામે મંત્રીની હાલત જાયે તો જાયે કહાં જેવી થઈ છે. કમલમ ઉપર બેસતા મંત્રી સાથે તેમના અંગત મદદનીશ હોય છે. મોટાભાગે સરકારનો કર્મચારી રહેવાના કારણે મંત્રીએ આપેલી સૂચનાનું કડક પાલન નથી કરાવી શકતો તેવા સંજોગોમાં હવે પાર્ટીમાંથી એક વ્યકિતને ખાસ ઓએસડી તરીકે મુકવાની માગણી કરવામાં આવી રહી છે. ભાજપના કાર્યકરો દર સોમવારે અને મંગળવાર એમ બે દિવસ આવતા હોવાથી કમલમ ઉપર રીતસર હલાબોલ જેવી સ્થિતિ હોય છે. કમલમ ખાતે આવનાર મુલાકાતીની સંખ્યાને ધ્યાનમાં રાખી સુરક્ષા બપણ સઘન બનાવી દેવામાં આવી છે

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!