દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે ઓર્થોપેડીક નિષ્ણાંત ડો. રાણીંગાએ વધુ એક જટિલ ઓપરેશન કરી અને ભાણવડના યુવાન દર્દીને પગે ચાલતો કર્યો છે. ભાણવડ તાલુકાના રહીશ સેવા ૩૦ વર્ષીય એક યુવાનનો આજથી આશરે બે વર્ષ પૂર્વે અકસ્માત થયો હતો. બાદમાં તેને અમદાવાદની હોસ્પિટલમાં લઈ જઈ અને પગનું હાડકું ફરજિયાત પણે કપાવવું પડ્યું હતું. આ પછી તે પગે ચાલી શકતો ન હતો અને અમદાવાદ સહિતના તબીબોએ તેને પોતાનો પગ ફરજિયાત પણે કપાવવો પડશે તેવી સલાહો આપી હતી. આથી આ યુવાને થોડા સમય પૂર્વે ખંભાળિયાના નિષ્ણાંત ઓર્થોપેડિક સર્જન ડો. નિસર્ગં રાણીંગાનો સંપર્ક કર્યો હતો. આ દર્દીની તમામ ફાઈલો તથા તબીબી પરિક્ષણ બાદ આ યુવાનની પડકારરૂપ સર્જરીની તૈયારી દર્શાવી હતી અને થોડા સમય પૂર્વે પ્રાથમિક ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. આ પછી તાજેતરમાં ડો. રાણીંગા દ્વારા જિલ્લાના ઈતિહાસમાં સૌપ્રથમ વખત તથા રશિયન પદ્ધતિથી તેમની રાણીંગા ઓથોપેડીક હોસ્પિટલ ખાતે આ મેજર ઓપરેશન કરી અને દર્દીનું પગનું હાડકું આશરે ૧૦ થી ૧૨ સેન્ટીમીટર વધારવામાં સફળતા મળી હતી. આમ, મોટા શહેરોના નિષ્ણાંત તબીબો દ્વારા ન થઈ શકેલી તબીબી સારવાર ખંભાળિયાના ઓર્થોપેડિક સર્જન દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવતા પગે ચાલતા થયેલા દર્દી તથા તેમના પરિવારજનોએ ડો. રાણીંગાને આભારની લાગણી વ્યક્ત કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews