જૂનાગઢ એ-ડીવીઝન પોલીસે ચોકકસ બાતમીના આધારે દારૂ અંગેની રેઈડ કરતાં ૯૬ બોટલ ઈંગ્લીશ દારૂ અને ઓટો રીક્ષા મળી ૭૦,૦૮૦નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ આર.જી. ચૌધરી તથા હે.કો. વિક્રમસિંહ અમરાભાઈ જીંજીયા તથા પો.કો. સુભાષભાઈ ધીરૂભાઈ તથા અનકભાઈ ભીખુભાઈ તથા દિનેશભાઈ રામભાઈ તથા વનરાજસિંહ બનેસિંહ તથા પ્રવિણભાઈ રાણીંગભાઈ વિગેરે પોલીસ સ્ટાફના માણસો જૂનાગઢ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.કો. દિનેશભાઈ રામભાઈ તથા અનકભાઈ ભીખુભાઈને એવી બાતમી મળી હતી કે જૂનાગઢ નીચલા દાતારમાં રહેતો અલી ઉર્ફે બબલુ રફીકભાઈ મકરાણી તેની પોતાની ઓટો રીક્ષા જીજે-૩-એકસ- ૮૬૪૮ની રીક્ષામાં ઈંગ્લીશ દારૂની પેટીઓ ભરી દુબળીપ્લોટ આદર્શ સ્કુલ ઢોરા ઉપરથી વાણંદ સોસાયટીમાં થઈ તેના ઘરે ઉતારવાની ચોકકસ બાતમી મળતા તેના ઘર પાસે વોંચમા રહી રેઈડ કરતાં ઈંગ્લીશ દારૂની અલગ- અલગ બ્રાંડની પેટીઓ નંગ-૮ બોટલો નંગ-૯૬ કિ.રૂા.૪૦,૦૮૦/- તથા ઓટો રીક્ષા કિ.રૂા.૩૦,૦૦૦/-નો મુદામાલ મળી આવતા કબજે કરી અલી ઉર્ફે બબલુ રફીકભાઈ મકરાણી ઉ.વ.ર૧ઝડપી લેવામાં આવેલ છે. આ કામગીરી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી.ચૌધરી હે.કો.વિક્રમસિંહ અમરાભાઈ જીંજીયા, પો.કો. સુભાષભાઈ ધીરૂભાઈ, પો.કો.અનકભાઈ ભીખુભાઈ, પો.કો. દિનેશભાઈ રામભાઈ, પો.કો. વનરાજસિંહ બનેસિંહ, પો.કો. પ્રવિણભાઈ રાણીંગભાઈ વિગેરે પોલીસ સ્ટાફનાઓએ સાથે રહી કામગીરી કરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews