ઉના નગરપાલિકા વિસ્તારમાં થોડા વર્ષ પહેલા ગટર યોજના અંતર્ગત ગટર યોજનાનું કામ કરવામાં આવેલું. આ ગટર યોજનાના કામ માટે રસ્તા ખોદવામાં આવ્યા હતા. અત્યારે પણ અનેક રજૂઆતો ફરિયાદો લેખિત મૌખિક થયેલ હતી. આ ગટર યોજનાના ઢાંકણાઓ રોડની મધ્યમાં અને રોડસાઈડ તૂટેલા જર્જરિત છે. અમુક જગ્યાએ રોડ લેવલ નીચે અને અમુક જગ્યાએ રોડ લેવલથી ઉપર ઢાંકણા જોવા મળે છે. જેને કારણે અકસ્માતો થાય છે અને હજુ પણ ઢાંકણાઓનું કામ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં જાનહાનિ કે અકસ્માત થવાની શક્યતાઓ છે. ત્યારે આવા બિન જવાબદારી પૂર્વક કામ કરવા બાબતે એજન્સી કોન્ટ્રાક્ટરની સામે એગ્રીમેન્ટ મુજબની જવાબદારીઓ નક્કી કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. આ યોજનાના નિરીક્ષકો, થર્ડ પાર્ટી એજન્સી, મેન્ટેન એજન્સી સામે દિવસ સાતમાં કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સામાજિક આગેવાન રસિક ચાવડાએ કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews