વેરાવળના ઘારાશાસ્ત્રીની રાજય બાર કાઉન્સીલના સભ્ય તરીકે નિમણુંક થઇ

વેરાવળનાં અગ્રણી સીનીયર ધારાશાસ્ત્રી નોટરી મહેન્દ્રસિંહ વાળાની બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બર (કોઓપ્ટ.) તરીકે નિયુકતી કરવામાં આવેલ છે. ગીર-સોમનાથ જીલ્લાને રાજય કક્ષાએ વકીલોની માતૃ સંસ્થામાં પ્રથમ વખત પ્રતિનીધીત્વ મળતા સમગ્ર ગીર સોમનાથ જીલ્લાના વકીલ મીત્રો અને સામાજીક, રાજકીય અગ્રણીઓ તેમજ રાજ્યના કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ આવકારેલ છે.
વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા લાખો વકીલોની માતૃસંસ્થા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની અમદાવાદ ખાતે આગામી ટર્મ માટે પ્રમુખ-ઉપપ્રમુખ સહીતના હોદેદારોની નિયુકતી માટે મળેલી બેઠકમાં રાજપુત અગ્રણી અને સોમનાથ ખાતે આવેલ હમીરજી ગોહિલ સ્મારક ટ્રસ્ટના સંયોજક ટ્રસ્ટી તથા સોમનાથ હોટલ એસોસીએશનના પૂર્વ પ્રમુખ તેમજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ટુરીઝમ વિભાગના પૂર્વ મેમ્બર તથા રાજ્ય સરકારના જીલ્લા ટુરીઝમના પૂર્વ સભ્ય તેમજ અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા મહેન્દ્રસિંહ વાળાની બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બર (કોઓપ્ટ.) પદે નિયુકતી કરવામાં આવેલ છે. આ નિયુકતી બાર કાઉન્સીલના અગ્રણી જે.જે.પટેલ, કરણસિંહ વાઘેલાના સક્રીય યોગદાન તેમજ સર્વે હોદેદારો દ્વારા સર્વ સંમતિથી કરવામાં આવેલ હતી. આ તકે સમગ્ર રાજયના વકીલ આલમના હીતમાં સક્રીય કાર્ય કરી તેઓના પ્રશ્નો અને તેના નિરાકરણ માટે સતત કાર્યશીલ રહેવા મહેન્દ્રસિંહ વાળાએ ખાત્રી આપેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!