સોમનાથ-કોડીનાર પ્રસ્તાવીત રેલ લાઇન અંગે ખેડુતો-રેલ અધિકારીઓની બેઠક નિષ્ફળ

0

સોમનાથ-કોડીનાર વચ્ચે પ્રસ્તાવીત નવી રેલ લાઇનના પ્રોજેકટ સામે ૨૦૧૬થી સ્થાનીક ખેડુતો વિરોધ કરી રહયા છે. દરમ્યાન ગઈકાલે પ્રાંત અધિકારીના અઘ્યક્ષસ્થાને ખેડુત આગેવાનો અને રેલ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં અગાઉની બેઠકમાં ખેડુતોએ રજુ કરેલા પ્રશ્નોનો આજદીન સુધી રેલ તંત્રએ કોઇ જવાબ આપેલ ન હોય જે પહેલા આપો પછી આગળની વાત કરીશું તેવી રજુઆત કરેલ હતી. જેનો કોઇ ઉતર રેલ અધિકારીઓ ન આપી શકતા બેઠક નિષ્ફળ રહી હતી. જો કે, બેઠક બાદ ખેડુતોએ પ્રાંત અધિકારીને આવેદપત્ર પાઠવ્યું હતું.
રેલ વિભાગ સોમનાથ-કોડીનાર વચ્ચે નવી રેલ લાઇન બિછાવવા માટેના પ્રોજેકટ ૨૦૧૬માં જાહેર કરેલ ત્યારથી સોમનાથ, સુત્રાપાડા અને કોડીનાર પંથકના ખેડુતો ઉગ્ર વિરોધ દર્શાવી લડત લડી રહયા છે. ખેડુતોના ઉગ્ર વિરોધના કારણે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ દરમ્યાનગીરી કરી રજુઆત કરી હતી. જેથી અઢી વર્ષ પૂર્વે રેલ વિભાગે પ્રોજેકટ સ્થગીત કર્યો હતો. જો કે, થોડા સમય બાદ ફરી પ્રોજેકટ આગળ ધપાવવા જમીન સંપાદન કરવા માટે જરૂરી જમીનોનો સર્વે કરાવવાની કામગીરી રેલ અઘિકારીઓએ શરૂ કરેલ જેને ખેડુતોએ તે સમયે અટકાવેલ હતી. જે અનુસંધાને એકાદ વર્ષ પૂર્વે વેરાવળ પ્રાંત અધિકારીની હાજરીમાં ખેડુતો અને રેલ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં ખેડુતોએ વેરાવળ-કોડીનાર વચ્ચેની હયાત મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં કન્વેર્જન કરવામાં આવે તો ૧૨૦૦ જેટલા ખેડુતોની હજારો વિઘા જમીનનું સંપાદન ન કરવુ પડે અને રેલ્વેને આર્થીક ભારણ પણ ઓછુ આવશે. આવા અનેક પ્રશ્નોની રજુઆત કરી હતી. આ બેઠકમાં રેલ વિભાગ ખેડુતોના પ્રશ્નોનો અંગે જરૂરી કાર્યવાહી કરી જવાબ આપશે ત્યારબાદ આગળની વાતચીત થશે. દરમ્યાન ગઈકાલે બપોરે ફરી વેરાવળ પ્રાંત કચેરીમાં ખેડુતો, રેલ અધિકારીઓની પ્રાંત અધિકારીની હાજરીમાં બેઠક મળી હતી. જેમાં ખેડુતો આગેવાનો રામભાઇ વાઢેર, રમેશ બારડ, કેશુભાઇ જાદવ સહિતનાએ અગાઉની બેઠકમાં રજુ કરાયેલ પ્રશ્નોના જવાબ હજુ સુધી ન મળ્યા હોય તે આપવા માંગણી કરી હતી. જેનો કોઇ જવાબ રેલ અધિકારીઓ ન આપી શકતા બેઠક નિષ્ફળ રહી હતી. આ તકે પ્રાંત અધિકારીએ પણ રેલ અધિકારીઓને ખેડુતોના પ્રશ્નો જવાબ આપવા જણાવેલ હતુ. બેઠક બાદ ખેડુતોએ પ્રાંત અધિકારીને આવેદપત્ર પાઠવી પ્રસ્તાવીત નવી સોમનાથ-કોડીનાર રેલ લાઇનનો પ્રોજેકટ રદ કરવા માંગણી કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!