દાત્રાણા ખાતે ફરજ બજાવતા કોરોના વોરીયર ડો.અમરીનને વહીવટી તંત્ર દ્વારા પ્રશસ્તી પત્ર અપાયું

દાત્રાણા ખાતે આયુષ મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા ડો.અમરીન એફ. ભટીને તેમની કર્મનિષ્ઠ સેવાઓ બદલ જીલ્લા વહીવટી તંત્રએ નોંધ લઈ પ્રશસ્તી પત્ર એનાયત કરવામાં આવેલ છે. મેંદરડાના સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ અને નાયબ કલેકટર વી.ડી.સાકરીયાએ ડો.અમરીનને પ્રશસ્તી પત્ર એનાયત કરતા તેમની સેવાઓને બીરદાવી હતી. વર્તમાનમાં કોરોના મહામારીના સમયમાં કઠીન પરિસ્થિતિમાં દિવસ-રાત જાેયા વગર પોતાના જીવના જાેખમે ડો.અમરીને કોરોના વોરીયર્સ તરીકે નિષ્ઠા પુર્વક ફરજ બજાવી છે. અને વહીવટી તંત્રની સાથે રહી ઉત્સાહ પુર્વક સરાહનીય કામગીરી કરી છે. જે પ્રશંસા પાત્ર છે. તેવી નોંધ લઈ ડો.અમરીનને પ્રશસ્તી પત્ર આપવામાં આવતાં તેમના શુભેચ્છકો, મિત્રો, પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. આગામી સમયમાં પણ નિષ્ઠાપુર્વક સેવા બજાવતા રહેશે તેવી લાગણી વ્યકત કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!