જામકંડોરણા ખાતે ૫ દિવસ પેલા એ.ડી.જાડેજા નામના ૫૫ વર્ષના પ્રૌઢને બેરહેમીથી ઢોર માર મારવામાં આવ્યો હતો. નજીવી બાબતમાં જામકંડોરણાના પીએસઆઈ જે.યુ.ગોહીલ દ્વારા એ.ડી.જાડેજાની અટકાયત કરી માર મારવામાં આવ્યો હતો. એટલેથી સંતોષ ન થતા પી.એસ.આઇ. દ્વારા એ.ડી.જાડેજાને જામકંડોરણાના જાહેર ચોકમાં લાવી બેરહમી પૂર્વક જાહેરમાં અપમાનજનક રીતે લાવી જાહેરમાં મારવામાં આવ્યા હતા. આ બનાવથી જામકંડોરણા ક્ષત્રીય સમાજ તેમજ સાથે અન્ય સમાજ પણ રોષે ભરાયો છે. એ.ડી.જાડેજાને જામકંડોરણા સિવિલ હોસ્પિટલએ દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં જામકંડોરણા થી રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવ્યા હતા. આ બનાવના પગલે ક્ષત્રીય સમાજ જામકંડોરણા તેમજ કરણી સેના જામકંડોરણા દ્વારા મામલતદાર કચેરી જઇ જામકંડોરણાના પી.એસ. આઇ. જે.યુ. ગોહીલ વિરૂધ્ધ એફઆઈઆર દાખલ કરી શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરી છે. સાથે જામકંડોરણા તાલુકાના ગામના સરપંચો તેમજ જામકંડોરણાની સામાજિક અને સેવાકીય સંસ્થા પણ જોડાઈ હતી અને ન્યાયની માંગણી કરેલ છે. જો ૪ દિવસમાં માંગ પુરી કરવામાં નહિ આવે તો રાજકોટ કલેકટર કચેરી ખાતે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલાત્મક કાર્યક્રમ પણ ક્ષત્રીય સમાજ દ્વારા આપવામાં આવશે તેમ એક યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews