ગીર સોમનાથ જીલ્લામાં નવા ૧૫ કોરોના કેસ


ગીર સોમનાથ જીલ્લાનાં પાંચ તાલુકામાંથી ગઈકાલે ૧પ જેટલા કોરોનાના પોઝીટીવ કેસો આવેલ છે. અને સારવાર હેઠળના ૧૯ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે. કોરોનાના કુલ કેસનો આંક ૧૧પ૦ ઉપર પહોંચેલ છે. ચાર તાલુકાઓમાંથી ૧પ પોઝીટીવ કેસો આવેલ છે. જેમાં વેરાવળના ૪, સુત્રાપાડાના ર, કોડીનારના ર, ઉનાના ૩, તાલાલાના ૩ અને અન્ય જીલ્લાના એક દર્દી પોઝીટીવ આવેલ છે. જયારે સારવાર હેઠળના વેરાવળના ૭, કોડીનારના ૩, ઉનાના ર, ગીરગઢડાના ૧, તાલાલાના ર અને અન્ય જીલ્લાના ૪ મળી કુલ ૧૯ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરી દેવાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!