જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના આપવામાં આવેલ છે.
જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદા જુદા વિસ્તારમાં અરજદારોના પડી ગયેલા તથા ગુમ થયેલા મોબાઈલ બાબતે જુદી જુદી અરજીઓ આપવામાં આવેલ હતી. જે અરજીના ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવાની ઝુંબેશના ભાગ રૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી.ચૌધરી, પીએસઆઇ જે.એચ.કચોટ, એએસઆઈ વલ્લભભાઈ, પોલીસ કોન્સ. જીલુભાઈ, ભાવસિંહ, મહિલા પોલીસ કોન્સ. શારદાબેન સહિતની ટીમ દ્વારા ડીવાયએસપી કચેરીના ટેક્નિકલ સેલના હેડ કોન્સ. કમલેશભાઈને ટેક્નિકલ સોર્સ દ્વારા મળેલ માહિતી આધારે જહેમત ઉઠાવી, જુદી જુદી કંપનીના કુલ ૯ મોબાઈલ કિંમત રૂા. ૧,૦૨,૭૯૮ના મળી આવેલ હતા. મળી આવેલ તમામ મોબાઈલ અરજદારોને ડીવાયએસપી કચેરી ખાતે બોલાવી, સોંપવામાં આવતા, અરજદારોને પોતાના મોબાઈલ પરત મળતા, ખુશીની લાગણી વ્યક્ત કરેલ હતી. અરજદારોએ જૂનાગઢ પોલીસ દ્વારા મદદ કરી, ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢતા, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદારોને પોતાના મોબાઈલ સાચવીને રાખવા અને તકેદારી રાખવા જણાવાયું હતું. ગુમ થયેલા મોબાઈલના ઘણા અરજદારો તો મોટી ઉંમરના અને યુવાન વયના હોય, પોતાના મોબાઈલ પરત મળતા, ખૂબ જ આનંદિત થઈ, તમામ અરજદારો દ્વારા તાળીઓ પાડી, આનંદ વ્યક્ત કરી, કામ કરનાર પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા અરજદારોના જુદા જુદા વિસ્તારમાંથી ગુમ થયેલ મોબાઈલ શોધી અને એક સાથે પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસે સાર્થક કર્યું
હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews