જૂનાગઢનાં ઈવનગર નજીક દારૂ સાથે ઝડપાયેલા બે શખ્સો એક દિવસના રિમાન્ડ ઉપર

0

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંઘ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા દારૂ જુગારની પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવા માટે જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સુચનાઓ આપી, પ્રોહીબિશન તથા જુગારની પ્રવૃત્તિ તથા ગેરકાયદેસર હથીયારનાં દુષણને નાબૂદ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરી, પ્રોહીબિશન અને જુગારના બુટલેગરો ઉપર ખાસ વોચ રાખવા કાર્યવાહી કરવામાં આવેલ છે. અસામાજીક તત્વો પાસેથી ગેરકાયદેસર હથીયાર પકડવાની ઝુંબેશ ઝડપી બનાવી છે તે અંતર્ગત જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એમ.મોરી તથા સ્ટાફને બાતમી મળેલ કે, જૂનાગઢ ઇવનગર તરફથી ય્ત્ન-૧૧મ્ઇ-૨૦૨૨ નંબરની અલ્ટો કાર દેશી દારૂ ભરીને આવી રહેલ છે, જે મળેલ બાતમી આધારે ઇવનગર પાસે નાકાબંધી કરી, વાહનો ચેક કરવાની કામગીરીમાં હતા ત્યારે પીએસઆઇ કે.એમ.મોરી તથા હેડ કોન્સ. હિતેશભાઈ, દેવાભાઇ, પાલીસ કોન્સ. વિક્રમભાઈ, સંજયભાઈ, દિનેશભાઈ, ગોવિંદભાઈ, સહિતની ટીમ ઉપર અલ્ટો કાર ચઢાવી, સરકારી વાહનને નુકશાન કરી, આગળ નાસવા લાગેલ, જેનો પીછો કરી, મેંદરડા બાયપાસ ચોકડી, જલિયાણ હોટલ પાસે જીઆરડી જવાનો આર.બી. રેણુકા, પી.આર. માકડિયા, જી.આર. પરમાર, અશ્વિન રાઠોડ, સહિતના સ્ટાફ મારફતે બેરીકેટિંગ કરી, રોકવાની કોશિષ કરતા, બેરીકેટિંગ ઉડાડી, અલ્ટો કાર ભગતસિંહના પૂતળા સાથે ભટકાડતાં, પાછળ સરકારી જીપમા મેંદરડા પોલીસ સ્ટાફ આવી જતા, કારને રિવર્સમાં લઈ, નાસવા જતા, પાછળથી જીપ મારફતે દબાવી, આરોપીઓ આકાશ દીનેશભાઈ વાઢેર (ઉ.વ. ૨૩ રહે. હાઉસિંગ બોર્ડ, રામનાથ મંદિર પાસે, જૂનાગઢ) અને રાહુલ હરસુખભાઈ ચાવડા (ઉ.વ. ૨૪ રહે. હાઉસિંગ બોર્ડ, રામનાથ મંદિર પાસે, જૂનાગઢ)ને રાઉન્ડ અપ કરી, અલ્ટો કાર નંબર ય્ત્ન-૧૧મ્ઇ-૨૦૨૨ માંથી દેશી દારૂ ૫૨૫ લિટર કિંમત રૂા. ૧૦,૫૦૦, અલ્ટો કાર, મોબાઈલ ફોન નંગ ૦૩ મળી કુલ રૂા. ૨,૧૪,૫૦૦ નો મુદામાલ કબ્જે કરી, પકડાયેલ બંને આરોપીઓ તથા દેશી દારૂ મોકલેલ બુટલેગર રાયકા મુળુભાઈ રબારી વિરૂધ્ધ પ્રોહીબિશન એકટ મુજબ તેમજ નાકાબંધીમાં રહેલ પોલીસ સ્ટાફ ઉપર ખૂની હુમલો કરવાની બાબતમાં મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ.મોરીએ સરકાર તરફે ફરિયાદી બની, ખૂનની કોશિષ નો ગુન્હો તથા પ્રોહીબિશન એકટ હેઠળ અલગ અલગ બે ગુન્હાઓ નોંધાવેલ, જેની તપાસ મેંદરડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.એમ.મોરી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. પ્રોહીબિશનનો ગેર કાયદેસર ધંધો કરતા ઇસમોને અટકાવી, નાકાબંધીમાં રહેલ પોલીસ ટીમ ઉપર કાર ચઢાવવાની કોશિષ કરનાર આરોપીઓ વિરૂધ્ધ કડક પગલા લેવા અને આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક પકડી પાડી, કડક કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જાતે પોલીસ ટીમને સાંભળી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.એમ.મોરી, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજીના અધિકારીઓ દ્વારા સઘન ઊંડાણપૂર્વક તપાસ કરી, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ કડક પગલાઓ લેવા સુચનાઓ કરવામાં આવેલ હતી. ઝડપાયેલ બંને આરોપીઓનો કોવિડ ૧૯ નો ટેસ્ટ કરાવી, ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુન્હાની તપાસમાં રહેલ પોલીસ ટીમો દ્વારા તાત્કાલિક તપાસ આદરી, બંને આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા, પકડાયેલ આરોપી આકાશ દીનેશભાઈ વાઢેરને પંચેશ્વરમાં રહેતા દેશી દારૂનો ધંધો કરતા આરોપી રાયકા મુળુ રબારીએ પોતાનો દેશી દારૂ ૫૨૫ લિટર ગડુ ચોરવાડ ખાતે અલ્ટો ફોર વ્હીલમાં નાખવા જવા રૂા. ૫૦૦ નકકી કરી, રસ્તામાં કોઈ પણ પોલીસ આડી આવે તો, ગાડી રોકતો નહી. દારૂ ભરેલી ગાડી પોલીસ માથે ચડાવીને નિકળી જજે અને પછી અમે પાછળ બેઠા છીએ, કેસ થશે તો, તને છોડાવી લેશુ તેમ જણાવેલ હોય અને પંચેશ્વરથી પોતાના મિત્ર સહ આરોપી રાહુલ હરસુખભાઈ ચાવડા સાથે નિકળતા, રસ્તામાં ઇવનગર તથા મેંદરડા બાયપાસ પાસે પોલીસની ટીમ દ્વારા ગાડી રોકાવતા, આરોપીએ ગાડી રોકેલ નહી. સહ આરોપીઓ સાથે અગાઉથી નક્કી કરેલ તે મુજબ પોલીસ ટીમને મારી નાખવાના ઇરાદે તેના ઉપર ગાડી નાખી, સરકારી જીપ સાથે ઠોકર મારી, નુકશાની કરી, ફોરવ્હીલ લઇ, નસી જવાની કોશિષ કરતા પકડાઈ ગયેલ હોવાની કબૂલાત કરી હતી. તપાસમાં રહેલ જૂનાગઢ પોલીસની જુદી જુદી ટીમો દ્વારા બાકીના આરોપી રાયકા મુળુ રબારીને પકડી પાડી, ધરપકડ કરવા તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ ગુન્હામાં પકડાયેલ બને આરોપીઓએ અગાઉથી ગુન્હાહીત કાવતરૂ રચી, ગુન્હામાં એકબીજાની મદદગારી કરવામાં આવેલ હોઈ, આ ગુન્હામાં કાવતરા, પુરાવાના નાશ સહિતની કલામોનો ઉમેરો કરી, મેંદરડા કોર્ટમાં રજૂ કરી આરોપીને એક દિવસના પોલીસ રીમાન્ડ ઉપર મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!