જૂનાગઢ જીલ્લા પોલીસ અને વન વિભાગ દ્વારા સંયુકત વન મહોત્સવનો કાર્યક્રમ યોજાયો


આજે ગુજરાત રાજયમાં કલીન ગુજરાત ગ્રીન ગુજરાતનાં સંદેશ સાથે પોલીસ હેડકવાર્ટર ખાતે વૃક્ષારોપણ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયો છે. જૂનાગઢ ખાતે પણ પોલીસ હેડકવાર્ટર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રેન્જ આઈજી મનીંદર સીંઘ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસવડા રવી તેજા વાસમ શેટી, ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તેમજ વન વિભાગનાં એસીએફ સહિતના પદાધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતાં. રાજયમાં પોલીસ વિભાગ દ્વારા બે લાખથી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે. જયારે જૂનાગઢ જીલ્લામાં ૪ હજાર વૃક્ષો વાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!