જૂનાગઢમાં સ્વ. સવજીભાઈ વાઢીયાની શ્રધ્ધાંજલી નિમિત્તે રકતદાન કેમ્પ યોજાયો

જૂનાગઢનાં સ્વ. સવજીભાઈ દેવાભાઈ વાઢીયાની શ્રધ્ધાંજલી નિમિત્તે થેલેસેમીયાગ્રસ્ત લોકોને વિના મુલ્યે બ્લડ મળી રહે તેવા ઉમદા હેતુથી રકતદાન કેમ્પનું આયોજન તા. ૭-૯-ર૦નાં રોજ ઘેડીયા કોળી સમાજ, જાેષીપરા ખાતે કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં ર૩ બોટલ રકત એકત્રીત થયું હતું. આ કેમ્પને સફળ બનાવવા ઘેડીયા કોળી સમાજ જાેષીપરાનાં પ્રમુખ વિજયભાઈ વાઢીયા અને તેની ટીમ તેમજ બાપાસીતારામ ગૃપ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!