જૂનાગઢ એ-ડીવીઝન પોલીસ દ્વારા ગઈકાલે ચોકકસ બાતમીના આધારે દારૂ અંગેની રેઈડ કરતાં ગીરનાર દરવાજા નજીક અવાવરૂ જગ્યામાંથી ઈંગ્લીશ દારૂની ૮૯ બોટલ મળી રૂા.૩પ,૬૦૦નો મુદામાલ જપ્ત કરી બે આરોપીઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડીવિઝન પોલીસ સ્ટેશનનાં પો.ઈન્સ. આર.જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ તથા જુગારના બુટલેગરો તથા આવી પ્રવૃત્તિમાં અગાઉ પકડાયેલ ઈસમો ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના મળેલ હોય જેનાં અનુસંધાને ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.જી. મહેતા તથા હે.કો. વિક્રમસિંહ અમરાભાઈ જીંજીયા તથા પો.કો. સુભાષભાઈ ધીરૂભાઈ તથા અનકભાઈ ભીખુભાઈ તથા દિનેશભાઈ રામભાઈ તથા વનરાજસિંહ બનેસિંહ તથા પ્રવિણભાઈ રાણીંગભાઈ તથા રાજુભાઈ ભાયાભાઈ તથા સંજયભાઈ ધીરજલાલ તથા નિલેશભાઈ ખીમાભાઈ વિગેરે પોલીસ સ્ટાફના માણસો જૂનાગઢ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન પીએસઆઈ આર.જી. મહેતા તથા સાથેના પો.કો. નિલેશભાઈ ખીમાભાઈને બાતમી મળેલ કે જૂનાગઢ ગીરનાર દરવાજા ચામુંડા ઢોરા ઉપર રહેતા એભાભાઈ મેરૂભાઈ ચાવડા તથા તેઓના ભાઈ લખનભાઈ મેરૂભાઈ ચાવડા બંનેએ મળી તેના મકાનની પાછળના ભાગે ઉપરકોટની દિવાલ પાસે અવાવરૂ જગ્યામાં ઈંગ્લીશ દારૂની પેટીઓ સંતાડી રાખેલ છે જે હકીકતનાં આધારે જગ્યાએ રેઈડ કરતા ઈંગ્લીશ દારૂની માસ્ટર મુમેંટ ધ ફીનેસ્ટ વ્હીસ્કીની બોટલો નંગ-૮૯ કિ.રૂા.૩પ,૬૦૦/-નો મુદામાલ મળી આવતા કબજે કરવામાં આવેલ છે. આ રેઈડ દરમ્યાન એભાભાઈ મેરૂભાઈ ચાવડા તથા લખમભાઈ મેરૂભાઈ ચાવડા સ્થળ ઉપર હાજર નહી મળી આવતા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. દારૂ અંગેની આ રેઈડ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ આર.જી.ચૌધરીની સુચના મુજબ પીએસઆઈ આર.જી.મહેતા હે.કો. વિક્રમસિંહ અમરાભાઈ જીંજીયા તથા પો.કો. સુભાષભાઈ ધીરૂભાઈ તથા અનકભાઈ ભીખુભાઈ, દિનેશભાઈ રામભાઈ, વનરાજસિંહ બનેસિંહ, પ્રવિણભાઈ રાણીંગભાઈ તથા રાજુભાઈ ભાયાભાઈ તથા સંજયભાઈ ધીરજલાલ તથા નિલેશભાઈ ખીમાભાઈ વિગેરે પોલીસ સ્ટાફનાઓએ સાથે રહી કામગીરી કરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews