ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સરકારી જમીનો ઉપર આડેધડ કબજાે કરનારા ભૂ-માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા અંગે આદેશ જાહેર કર્યા છે. ત્યારે ભૂ-માફિયાઓમાં હલચલ મચી જવા પામી છે. દ્વારકા પંથકમાં પણ મોટાપાયે ભૂ-માફિયાઓએ કરોડો રૂપિયાની જમીનો દબાવી દીધી છે. ત્યારે આ જમીનો ખુલ્લી કરાવવાની માંગણી ઉઠવા પામી છે. સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા તથા તેની આસપાસનાં વિસ્તારમાં ભૂ-માફીયાઓએ મોટાપાયે જમીનો ઉપર કબ્જાે કરી લીધો હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. અને એટલુંટ જ નહીં સરકારનાં વિવિધ વિભાગોમાં વહીવટ કરીને કરોડોની કિંમતી જમીનો પોતાનાં હસ્તક કરી લીધાની ચર્ચા છે. દરમ્યાન ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ થોડા દિવસો પહેલા જ એક મહત્વની જાહેરાત કરતા જણાવેલ છે કે જમીનો પચાવી પાડનાર ભૂમાફીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવેલ છે. ત્યારે દ્વારકા વિસ્તારમાં પણ મસમોટા દબાણો થયા છે. ખાસ કરીને દ્વારકાનાં મુખ્ય રાજમાર્ગો ઉપર હોટેલ માલીકો અને કેટલાક સમાજનાં આગેવાનો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સફેદ પોશધારી આગેવાનોએ સરકારી જગ્યા ઉપર દબાણો કરીને હોટેલ તથા કોમ્પ્લેક્ષ ખડકી દીધા છે. આ બાબતે જાે સરકારનાં પ્રમાણિક અધિકારીઓ પાસે સર્વે કરાવવામાં આવે તો કેટલાય મોટામાથાઓની સંડોવણી તથા પોલ ખુલે તેમ છે અને મસમોટા દબાણોનું લીસ્ટ બહાર આવે તેમ છે. ત્યારે આ બાબતે સંબંધીત વિભાગ દ્વારા તાત્કાલીક અસરથી કાર્યવાહી કરવાની માંગણી ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આદેશનું પાલન કરવા અને ભૂમાફિયાઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની પણ માંગણી ઉઠવા પામી છે. હવે જાેવાનું એ રહે છેકે દ્વારકા પંથકમાં ભુમાફિયાઓ વિરૂધ્ધ કાર્યવાહી થાય છે કે કેમ ? તેમ દ્વારકાના એક નાગરીકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews