ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા વધવાનો સિલસિલો અવિરત જારી છે. રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટિંગ વધારવામાં આવતા કેસોનો આંક પણ ૧૩૦૦ને પાર કરી ગયો હતો. જાે કે, આજે રાહતરૂપ સમાચાર એ છે કે, કોરોનાના કેસોની સંખ્યામાં આંશિક ઘટાડો થયો છે. જ્યારે સામે આજે હોસ્પિટલમાંથી સારવાર બાદ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧૪૪પ સુધી પહોંચી હતી. જેમાં સૌથી વધુ રાજકોટ શહેરમાંથી ર૧પ અને સુરત શહેરમાંથી ૧૭૯ દર્દીઓ સાજા થયા છે. આજે રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૧,૦૬,૯૬૬ પહોંચી ગઈ હતી. આજદિન સુધી ૮૭,૪૭૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે એક દિવસમાં ૧૩ મોત સાથે કુલ મૃત્યુનો આંક ૩૧૩૬ થઈ ગયો છે. હાલ રાજ્યની વિવિધ હોસ્પિટલમાં ૧૬,ર૬૯ દર્દીઓ સ્ટેબલ હાલતમાં અને ૮ર દર્દીઓ વેન્ટીલેટર ઉપર મળી કુલ ૧૬,૩પ૧ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં આજે કુલ ૭ર,૦૭૬ ટેસ્ટ કરવામાંં આવ્યા હતા. એ સાથે અત્યાર સુધીમાં ર૯,રપ,૪૪૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજની તારીખે પ,૮પ,પ૦૦ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તે પૈકી પ,૮પ,૦૩૩ હોમ ક્વોરન્ટાઈન અને ૪૬૭ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈન રાખવામાં આવ્યા છે. આજરોજ રાજ્યમાં કોરોનાના ૧ર૯પ કેસ નોંધાયા હતા. તે પૈકી સૌથી વધુ સુરત શહેરમાં ૧૭૭, અમદાવાદ શહેરમાં ૧૪૮, રાજકોટ શહેરમાં ૯૮, સુરત જિલ્લામાં ૮૮, વડોદરા શહેરમાં ૮૪, જામનગર શહેરમાં ૮૩, વડોદરા જિલ્લામાં ૪૦, રાજકોટ જિલ્લામાં ૩૬, પંચમહાલ ૩૪, કચ્છ ૩ર, પાટણ ર૮, અમરેલી ર૭, ભાવનગર શહેર અને મોરબી ર૬-ર૬, મહેસાણા ર૩, અમદાવાદ જિલ્લા, બનાસકાંઠા અને ભરૂચ રર-રર, દાહોદ અને ગાંધીનગર જિલ્લા ર૦-ર૦, દેવભૂમિ દ્વારકા ૧૯, જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૧૮-૧૮, જામનગર જિલ્લામાં ૧૬, આણંદ, ભાવનગર જિલ્લા, ગાંધીનગર શહેર, મહીસાગર અને સુરેન્દ્રનગરમાં ૧પ- ૧પ, ગીર-સોમનાથ ૧૪, નવસારી અને તાપી ૧ર-૧ર, નર્મદા અને સાબરકાંઠા ૧૦-૧૦, ખેડા ૮, બોટાદ અને છોટાઉદેપુર ૭-૭, વલસાડ ૬, ડાંગ ૪ અને પોરબંદરમાં ૩ કેસ નોંધાયા હતા. આજે રાહતરૂપ બાબત એ રહી છે કે, રોજેરોજ કોરોનાના કેસોની સંખ્યા રેકર્ડ તોડતી હતી જ્યારે છેલ્લા ર૪ કલાકમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યાએ રેકોર્ડ તોડ્યો છે. એક જ દિવસમાં ૧૪૪પ લોકોને કોરોનામુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેમાં મુખ્યત્વે રાજકોટ શહેરમાં સૌથી વધુ ર૧પ, સુરત શહેરમાં ૧૭૯, જામનગર શહેરમાં ૧૧ર, વડોદરા શહેર અને રાજકોટ જિલ્લામાં ૧૦પ-૧૦પ, દાહોદમાં ૬૯, અમદાવાદ શહેરમાં ૬૮, સુરત જિલ્લામાં પર, ભાવનગર શહેરમાં ૪૭, પંચમહાલમાં ૪૬, ભરૂચમાં ૩૮, મહેસાણામાં ૩૦, મોરબીમાં ર૮, અમદાવાદ જિલ્લા, બનાસકાંઠા અને વલસાડમાં ર૭- ર૭, ભાવનગર જિલ્લામાં ર૧ તથા પાટણમાં ર૦ મળી ૧૪૪પ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે આજે જે ૧૩ દર્દીઓ મોતને ભેટ્યા છે તેમાં અમદાવાદ શહેર, સુરત શહેર અને જિલ્લામાં ૩-૩, રાજકોટ શહેરમાં ર તથા ગાંધીનગર અને વડોદરા શહેરમાં ૧-૧ દર્દીનો સમાવેશ થાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews