સરકાર અને શાળા સંચાલકો વચ્ચે ફી મુદ્દે વાટાઘાટ

0

ખાનગી શાળા સંચાલકો દર વર્ષે ફી વધારો લેવા માટે ફી નિર્ધારણ સમિતિ સમક્ષ પોતાનો ઓડિટ રિપોર્ટ રજૂ કરે જ છે. ઓડિટના આધારે સ્કૂલોના પગાર ખર્ચના રેકોર્ડ મુજબ ફી નક્કી કરી શકાય,એ ૧૫ ટકા થી ૫૦ ટકા સુધીનો ઘટાડો પણ થઈ શકે કોરોના કાળથી શાળા-કોલેજો સહિતની શિક્ષણ સંસ્થાઓ બંધ છે અને આ સમયગાળા દરમ્યાન વિદ્યાર્થીઓની ફી વિષે વિવાદ ચાલી રહ્યો છે. હાઈકોર્ટે ટ્યૂશન સિવાયની ફી ન લઇ શકાય તેવું સ્પષ્ટ કરી સરકાર શાળા-સંચાલકોને સર્વસંમત માર્ગ નક્કી કરવા જણાવ્યા પછી પણ તેનો કોઇ ઉકેલ ન આવતા શિક્ષણ વિભાગે હાઈકોર્ટ ઉપર છોડી દીધું હતું, તે જોતા એવું લાગે છેકે શાળા સંચાલકો સરકારને પણ ગાંઠતા નથી અને સરકાર પણ સંચાલકો સામે બિચારી બની ગઇ હોય તેમ લાગે છે. રાજય સરકારે ૧૫ થી ૨૫ ટકા ફી ઘટાડવા સૂચવ્યું હતું. પરંતુ શાળા સંચાલકો માન્યા ન હતા. જયારે રાજય સરકાર હવે હાઈકોર્ટ પહોંચી છે. ફી ઘટાડવા કે સમાધાન કરવા શાળા સંચાલકો તૈયાર થતા ન હોવાની રજૂઆત કરી હતી ત્યારે હાઈકોર્ટે ફી મુદ્દે વલણ સ્પષ્ટ કરવા શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકોને આદેશ કર્યો છે, તેમજ સંચાલકો અને શિક્ષણ વિભાગ સાથે બેસી ઉકેલ લાવવા હાઇકોર્ટે કહ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!