વેરાવળની છેવાડે વસેલા ગોદરશા તળાવ વિસ્તારમાં રહેતા ૧૦૦ જેટલા ગરીબ વર્ગના પરીવારોને વીસ દિવસથી પીવાના પાણી મળતું ન હોવાથી વલખા મારી ભટકી રહયા હોવા છતાં તંત્ર કોઇ ઘ્યાન આપતુ ન હતુ. જેથી ગઈકાલે કોગ્રેસ મહિલા આગેવાનોની સાથે આ વિસ્તારની મહિલાઓએ પ્રાંત અધિકારી અને ચીફ ઓફીસરને રોષભેર આવેદનપત્ર પાઠવી સત્વરે પીવાનું પાણી નિયમિત પહોંચે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરી છે.
વેરાવળમાં સોમનાથ ટોકીઝ વિસ્તારમાં છેવાડે વાડી વિસ્તાર નજીક આવેલા ગોદરશા તળાવ વિસ્તારમાં ઘણા વર્ષોથી ગરીબ વર્ગના ૧૦૦ થી વધુ પરીવારો કાચા મકાનોમાં વસવાટ કરે છે. આ વિસ્તાર વાડી વિસ્તારથી નજીક હોવાથી જયારે પંથકમાં ભારે વરસાદ વરસે ત્યારે ઉપરવાસનું તમામ પાણી ગોદરશા તળાવમાં ઠાલવવાની સાથે આજુ-બાજુમાં ફરી વળે છે. જેથી દર વર્ષે ચોમાસાની સીઝનમાં આ વિસ્તારમાં રહેતા ગરીબ લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તો આજે પણ આ વિસ્તારમાં પીવાના પાણીની લાઇનો ન હોવાથી ટેન્કર થકી પાલીકા પીવાનું પાણી પુરૂ પાડે છે. દરમ્યાન ચાલુ વર્ષે ગીર સોમનાથ જીલ્લા પંથકમાં પડેલ ભારે વરસાદનું પાણી આ વિસ્તારમાં ફરી વળેલ છે અને વરસાદ બંધ થઇ ગયાના અઠવાડીયા બાદ હજુ પાણી ભરાયેલા હોવાની સાથે રસ્તાઓ ધોવાઇ ગયા છે. જે પરિસ્થિતિના લીધે છેલ્લા વીસેક દિવસથી આ વિસ્તારમાં પીવાના પાણીનું ટેન્કર પહોંચી શકયું નથી. જેના કારણે ૧૦૦ જેટલા પરીવારો પીવાના પાણી માટે વલખા મારી રહયા છે. દરમ્યાન આ વિસ્તારની મુલાકાતે ગયેલ પ્રદેશ કોંગ્રેસ મંત્રી ઉષાબેન કુસકીયા, મહિલા પ્રમુખ દેવીબેન ગોહેલ સમક્ષ સ્થાનીક રહીશ મહિલાઓએ સમસ્યા વર્ણવી હતી. જેને લઇ ગઈકાલે કોંગી આગેવાનોની સાથે મહિલાઓએ પ્રાંત અધિકારી અને ચીફ ઓફીસરને આવેદનપત્ર પાઠવી આ વિસ્તારનાં બિસ્માર રસ્તાને સત્વરે રીપેર કરાવી તાકીદે પીવાનું પાણી પુરૂ પાડવા રોષભેર માંગણી કરી છે. આ અંગે પાલીકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, ચીફ ઓફીસર જતીન મહેતાએ જણાવેલ કે, ગોદરશા તળાવ વિસ્તાર છેવાડાનો હોય જયાં પીવાનુ પાણી પહોંચાડવા લાઇન નાંખવાની કામગીરી ચાલુ છે જે પુર્ણ થયા બાદ કનેકશન આપી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા કટીબધ્ધ છીએે. હાલ આ વિસ્તારમાં પહાંેચાવાનો માર્ગો કાચો હોય જેના ઉપર ટેન્કર ચાલી શકે તેમ ન હોવાથી સમસ્યા ઉભી થઇ છે. જો કે, આ વિસ્તારના લોકોને નજીકમાં જ પાણી મળી રહે તેવી વ્યવસ્થાા નગરપાલીકા તંત્ર કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews