વેરાવળમાં વરસાદના વિરામ બાદ પણ નિંભર તંત્ર દ્વારા રસ્તાઓનું યુધ્ધનાં ધોરણે રીપેરીંગ કામ શરૂ ન કરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો

0

વેરાવળ-સોમનાથ શહેર અને શહેરને જોડતા હાઇવે ઉપર પડી ગયેલા મસમોટા ખાડા અને હાલ ઘણા દિવસોથી તેમાંથી ઉડતી સતત ઝીણી ધુળની ડમરીથી વાહન ચાલકો પારાવાર મુશ્કેલી ભોગવી રહયા છે. આ પરિસ્થિીતિથી લોકોના સ્વાાસ્થ્ય સાથે રીતસર ચેડા થતા હોવા છતાં જવાબદાર તંત્ર હજુ સુધી કાગળ ઉપર ફકત આયોજનો કરવામાં જ વ્યસત છે. રસ્તાઓના રીપેરીંગ બાબતે અત્યાર સુધી વરસાદનું બહાનું કાઢતા શાસકો અને અધિકારીઓએ સમયસર રસ્તાઓનું રીપેરીંગ કામ શરૂ કરાવી શકયા ન હોવાથી વાહનચાલકો ભારે મુશ્કેલી અનુભવી રહયા છે.
તો બીજી તરફ જોડીયા શહેર અને પંથકના કહેવાતા રાજકીય પક્ષોના નેતાઓ માત્ર ઓફીસોમાં બેસી નિવેદન બાજી કરી રહયા છે. નેતાઓ નકકર કામગીરી કરાવાના બદલે લોકોને ઉલ્લું બનાવવા ફકત લેખીત રજુઆતો કરી ડોળ કરી રહયા હોવાનો ઘાટ નજરે પડી રહયો છે. જોડીયા શહેરના આંતરીયાળ મુખ્ય રસ્તાઓ કે પછી કોડીનાર અને જૂનાગઢ તરફથી શહેરને જોડતા નેશનલ હાઇવે ઉપર જયાં જુઓ ત્યાં ખાડાઓ અને તેમાંય હાલ વરસાદ રોકાતા તેમાં જામી ગયેલ ધુળની ડમરીઓએ શહેર અને પંથકને બાનમાં લીધુ હોય તેવો નજરો સર્વત્ર જોવા મળે છે. રસ્તાઓ ઉપર નિકળતા સમયે સતત ઉડતી ઝીળી ધુળની ડમરીના કારણે વાહન ચાલકોને કાયમી અકસ્માતનો ભય સતાવે છે. જો કે, ઉડતી ધુળની ડમરીઓ આંખોને નુકશાન તો પહોંચાડી રહી છે. હાલ એક તરફ માસ્ક પહેરવું અને બીજી તરફ ધુળની ડમરીથી બચવા ફરજીયાત ચશ્મા પહેરવા લોકો મજબુર બન્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જોડીયા શહેર અને પંથકના રસ્તાઓમાં પડેલા ખાડાઓમાં ધુળના ઢગલા જોવા મળી રહેલ હોય જે દિવસભર સતત ઉડી રહયા હોવાથી ચાલકોથી લઇ દુકાનદારો રોષે ભરાયા છે. શહેરના મુખ્ય રસ્તાઓની બંન્ને બાજુુ આવેલી દુકાનોમાં સતત ઉડતી ધુળની ડમરીથી વેપારીઓ પણ પરેશાન છે. કારણ કે, દિવસભર ઉડતી ધુળની ડમરીઓના કારણે વારંવાર સફાઇ કરવાની સાથે દુકાનની બહાર રાખેલ માલ-સામાનને પણ નુકશાન થઇ રહયુ છે તો રસ્તાની આજુબાજુ પાર્ક કરાયેલા વાહનો ઉપર ગણતરીની મિનિટોમાં જ ધુળના થર જામી ગયેલા જોવા મળે છે. છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તાઓની મુશ્કેલી સહન કરી રહેલા લોકો હવે સતત ઉડતી ધુળની ડમરીઓથી ભારે મુશ્કેલી અનુભવી રહયા છે. ત્યારે પ્રજાના ખર્ચે એસી ઓફીસોમાં બેસતા અને એસી કારોમાં ફરતા તંત્રના જવાબદાર અધિકારીઓ અને શાસકોએ લોકોની આ મુશ્કેલીને ઘ્યાને લઇ વ્હેલીતકે આ પ્રશ્નમાંથી છુટકારો અપાવવા કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગ પ્રબુઘ્ઘ નાગરીકો કરી રહયા છે.
ઉડતી ધુળની ડમરીઓ વચ્ચે એકાદ લાખ લોકો રોજ આવન-જાવન કરવા મજબુર
વેરાવળ તા. ૯
અત્રે નોંધનીય છે કે, વેરાવળ-સોમનાથને જોડતો ૧૦ કીમીનો મુખ્ય રસ્તો તથા પંથકના ગામોને શહેર સાથે જોડતા મુખ્ય રસ્તાઓ બિસ્માર ખાડાગ્રસ્ત છે. આ તમામ રસ્તાઓ ઉપર સતત ઉડતી ધુળની ડમરીઓ વચ્ચે નોકરી, ઘરકામ, વેપાર-ધંધા અર્થે અથવા તો ખરીદી જેવા કામો અર્થે દરરોજ અંદાજીત એકાદ લાખથી વધુ લોકોને ફરજીયાત આવન-જાવન કરવું પડી રહયુ છે. હાલ કોરોનાના કહેર વચ્ચે સતત ઉડતી ધુળથી લોકોને અનેક નાની બિમારીઓમાં સપડાવવાનો ભય સતાવી રહયો છે. હવે તંત્ર ઉડતી ધુળની ડમરીથી લોકોને છુટકારો અપાવવા કામગીરી કરે તેવી માંગ લોકો કરી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!