જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ-ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એમ.મોરી અનેદેવાભાઈ, વિક્રમભાઈ, સંજયભાઈ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં પ્રોહીબિશન અને ખૂનની કોશિષના કેસમાં પકડાયેલા આરોપી વિરૂધ્ધ પોકેટ કોપ એપ્લિકેશનનો તપાસમાં ઉપયોગ કરવામાં આવેલ હતો. તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે આશરે ૫૨૫ લીટર દેશી દારૂના તેમજ ખૂનની કોશિશના ગુન્હામાં સંડોવાયેલ આરોપી રાહુલ હરસુખભાઈ ચાવડા (જાતે કુંભાર ઉ.વ. ૨૪ રહે. હાઉસિંગ બોર્ડ, રામનાથ મંદિરની બાજુમાં, જૂનાગઢ) ની પૂછપરછમાં પોતે ભૂતકાળમાં એક જ ગુન્હામાં પકડાયેલા હોવાનું કબુલ કરેલ હતું. પરંતુ, મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ આરોપી રાહુલ હરસુખભાઈ ચાવડા (જાતે કુંભાર) બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એમ.મોરી સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા આરોપી રાહુલ હરસુખભાઈ ચાવડા અંગે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી રાહુલ હરસુખભાઈ ચાવડાનું નામ યાજ્ઞિક હોવાની માહિતી મળેલ તેમજ આ આરોપી રાહુલ ચાવડા સને ૨૦૧૪ ની સાલમાં જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસમાં, ૨૦૧૫ ની સાલમાં જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિદેશી દારૂના ગુન્હામાં, સને ૨૦૧૬ ની સાલમાં જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનના પીધેલા તથા વિદેશી દારૂના બે ગુન્હામાં, સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીના ગુન્હામાં, સને ૨૦૧૭ ની સાલમાં જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનના પીધેલા તથા વિદેશી દારૂના બે ગુન્હામાં, સને ૨૦૧૮ની સાલમાં જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનના પીધેલાના બે ગુન્હાઓમાં, બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હથિયાર સાથે એક ગુન્હામાં, સને ૨૦૧૯ ની સાલમાં પ્રોહીબીશન- ૯૩ ના અટકાયતી પગલામાં અને સને ૨૦૨૦ ની સાલમાં લોકડાઉન જાહેરનામા ભંગના એક કેસમાં તેમજ અટકાયતી પગલાના કામે આશરે એક ડઝન (૧૨ ગુન્હામાં) પકડાયેલ આરોપી હોવાની વિગતો પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતું. પ્રોહીબિશન અને ખૂનની કોશિષના ગુન્હામાં પકડાયેલ આરોપી રાહુલ હરસુખભાઈ ચાવડાપોતાના ભૂતકાળમાં કરવામાં આવેલ ગુન્હાઓ છુપાવવા માંગતો હતો, પરંતુ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, પોકેટ કોપ એપ્લિકેશન એ આરોપીની પોલ ખોલી નાખતા, આરોપી ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ હતો. પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ જાણવા મળતા, આરોપીએ પોતે ભૂતકાળમાં ઉપરોક્ત ગુન્હાઓ આચારેલાની કબૂલાત કરવામાં આવેલ છે. પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા ગુન્હાઓમાં પકડાયેલ આરોપીના ગુન્હાહિત ઇતિહાસ બાબતે વિગતો આંગળીના ટેરવે હાથ લાગતાં, પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થયેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews