UAE-ઈઝરાયેલ વચ્ચે ડીલ કરાવવા મામલે ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિનાં નોબેલ માટે નોમિનેટ !!!

0

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. નોર્વેના સાંસદે ટ્રમ્પને ઇઝરાયેલ અને સંયુક્ત અરબ અમિરાત વચ્ચે ઐતિહાસિક શાંતિ સંધિ કરાવવા માટે નોમિનેટ કર્યા છે. ટ્રમ્પની મધ્યસ્થતા પછી જ ઇઝરાયેલ અને યુએઇએ શાંતિ સંધિ ઉપર સહી કરી હતી અને ૭૨ વર્ષના સંઘર્ષનો અંત આવ્યો હતો. ઇઝરાયેલ અને સંયુક્ત અરબ અમિરાતે ૧૩ ઓગસ્ટે જાહેરાત કરી હતી કે, તેઓ અમેરિકાની મધ્યસ્થતાથી થયેલી સંધિ હેઠળ પૂર્ણ કૂટનૈતિક સંબંધો વિકસાવી રહ્યા છે. ગત મહિને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ, અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે થયેલી ટેલિફોનિક ચર્ચા પછી આ સંધિને મંજૂરી મળી હતી, જે પછી અમેરિકાએ આ સંધિને મધ્ય-પૂર્વ ક્ષેત્રમાં શાંતિનો સંદેશ ગણાવી હતી. આ શાંતિ સંધિ હેઠળ ઇઝરાયેલે પશ્ચિમ તટના કેટલાક ભાગોને પોતાના અધિકારમાં લેવાની યોજના ઉપર રોક લગાવવી પડી હતી. ઇઝરાયેલ અને યુએઇ વચ્ચે રોકાણ, પર્યટન, વિમાન સેવા, સુરક્ષા, દૂરસંચાર અને અન્ય મુદ્દાઓ ઉપર દ્વી-પક્ષીય સંધિ કરવાનો ર્નિણય લેવાયો હતો. બંને વચ્ચે પહેલા વેપારી વિમાને પણ ઉડાન ભરી હતી. આ દરમ્યાન નોર્વેની સંસદના સાંસદ તથા જમણેરી પાંખની પોપ્યુલિસ્ટ પાર્ટીના સભ્ય ક્રિશ્ચિયન ટાબ્રિન્ગ ગેજેડે તેમનું નોમિનેશન નોંધાવ્યું હતું.
તેમણે કહ્ય્ હતું કે, શાંતિના નોબલ માટે નોમિનેટ થયેલા અન્ય ઉમેદવારોની તુલનાએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બે દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવાથી પણ વધુ શ્રેષ્ઠ કામ કર્યું છે. તેની સાથે જ મધ્ય-પૂર્વના દેશોમાંથી અમેરિકી સૈનિકોને પાછા બોલાવી લેવાના ડોનાલ્ડ ટ્રમ્પના ર્નિણયની પણ તેમણે ભરપૂર પ્રશંસા કરી હતી. જાે કે, આવું પહેલીવાર નથી કે, જ્યારે ટાઈબ્રિન્ગે ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિના નોબલથી સન્માનિત કરવા માટેની માંગ કરી હોય. અગાઉ પણ તે ૨૦૧૮માં આવી માંગ કરી ચૂક્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!