જૂનાગઢ ટુરિઝમ આધારિત ઈકોનોમી ધરાવે છે, ત્યારે ગિરનાર રોપવે તેમાં મહત્વનો ભાગ ભજવશે એ નિઃસંદેહ છે.કોઈપણ પ્રવાસનધામમાં મુખ્ય આકર્ષણ સાથે ઇન્ફ્રા સ્ટ્રક્ચર અગત્યનો ભાગ ભજવે છે.જેમ કે રોડ-રસ્તા, ભોજન-આવાસ અને સ્વ્ચ્છતા વ્યવસ્થા વગેરે જૂનાગઢ આ ગોલ્ડન ટ્રાયેન્ગલમાં મોકાનું સ્થાન ધરાવે છે ચ સાસણ – સોમનાથ -જૂનાગઢ ટ્રેન -બસ માર્ગથી આસાનીથી પહોંચી શકાતા જૂનાગઢમાં અન્ય સુવિધાઓ પણ ઝડપભેર ઉભી થવા માંડી છે. આ પ્રવાસની રાજધાનીમાં સૌપ્રથમ ફોર- સ્ટાર હોટેલ પણ ઉભી થઇ ગઈ છે. છેલ્લા એક વર્ષથી આંતરરાષ્ટ્રીય કક્ષાની ‘બેલેવ્યુ સરોવર પોર્ટિકો’ હોટલ જૂનાણાનું ગૌરવ બની છે જેની મુલાકાતે અનેક આગેવાનો આવી ચુક્યા છે, સરાહી ચુક્યા છે. મંત્રીશ્રીઓથી માંડી અનેક રાજકીય, સામાજિક આગેવાનો પધારી ચુક્યા છે. કેન્દ્રીય કક્ષાની આખી સમિતિ પણ અહીંની મહેમાનગતિ માણીને પ્રભાવિત થઇ ચુકી છે. આ ઉપરાંત ધાર્મિક આગેવાનો હોય કે, સેલિબ્રેટી દરેક વ્યક્તિનો એક જ સૂર કે સોરઠમાં આવી સુવિધા અદભુત ગણાય. પ્રસિદ્ધ ગાયકો, યુટ્યુબ સ્ટાર સાથે પ્રખર વક્તાઓ અહીંના મહેમાન બની ચુક્યા છે. સોરઠમાં એકમાત્ર દસમા માળે સ્વિમિંગ પુલ સાથે પુલસાઈડ રેસ્ટોરન્ટમાંથી ગિરનારજીને નિહાળવા એ પણ એક લ્હાવો છે.
આ ઉપરાત જિમ , સ્પા વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. સ્વાદ શોખીનો માટે ફ્લેવર-૯ રેસ્ટોરન્ટમાં અનુભવી શેફ વિશાળ ફૂડ રેન્જ આપે છે જેમાં ઇનહાઉસ બેકરી પણ ખરી. દરેક ઇવેન્ટને જાજરમાન બનાવતા ૩ હોલ દ્વારા તો બેલેવ્યુ સરોવર પોર્ટિકોએ પોતાની આગવી છાપ ઉભી કરી છે. આ ઉપરાંત અનેક વિશેષતાઓ પ્રથમવાર જ અહીં સ્થાપિત કરવામાં આવી છે. જેમ કે બાથરૂમમાં પાણી પણ ફિલ્ટર આર.ઓ. કક્ષાનું હોય છે , એસટીપી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. એકન્દરે સામાજિક જવાબદારી સાથે પર્યાવરણ અને સંસાધનોની ઉચ્ચ કક્ષાની જાળવણી કરવામાં આવે છે.
લોકડાઉનમાં પણ જિલ્લા તંત્ર, પોલીસ વિભાગને સાંકળી કોરોના અવેરનેસ માટે ખાસ ગીતથી સેફટી અને જાગૃતતાનો સામાજિક સંદેશ આપેલ જે કલાકૃતિને ટીવી ચેનલ અને સોશ્યલ મિડિયા ઉપર લોકોએ વધાવી લીધેલ હતો. ટુરિઝમ ડિપાર્ટમેન્ટ માન્ય એકમાત્ર ફોર સ્ટાર રેન્ક ધરાવતી જૂનાગઢની આ લકઝરી હોટેલ અન્ય સામાજિક પ્રવૃત્તિઓ હાથ ધરતી આવી છે. અનલોકમાં પણ ગ્રાહકોની ઉચ્ચતમ સુરક્ષા સરોવર ગૃપ દ્વારા પ્રદાન થઇ રહી છે. સોશ્યલ ડિસ્ટનીગ, ક્લીનીગ બાબતે અત્યંત ચોકસાઈ ઉપરાંત દરેક રૂમ એક વખત ખાલી થયા બાદ સંપૂર્ણ સેનેટાઈઝ કરીને ૪૮ કલાક સુધી કોઈને અપાતો નથી. એ જ રીતે ફૂડ વિભાગમાં પણ સંપૂર્ણ પારદર્શકતા સાથે સ્વાદ, સોડમ જાળવી રાખવામાં આવ્યા છે એ અભિનંદનીય છે તો વળી ઇનહાઉસ લોન્ડ્રીએ સ્વચ્છતા પ્રક્રિયાને વધુ વિશ્વસનીય બનાવે છે. એક વર્ષ પહેલા જૂનાગઢની સૌપ્રથમ ૮૧ રૂમ અને દસ માળની આવી વિશાળ હોટલ આ સ્કેલ ઉપર શરૂ કર્યા બાદ ધાર્યા કરતા પણ સફળતા પામી છે. જે માટે ગ્રાહકોનો વિશ્વાસ કારણભૂત છે. ફક્ત જૂનાગઢ જ નહિ પણ આજુ-બાજુના વિસ્તારમાંથી અહી મુલાકાતે આવે એ જૂનાગઢ માટે ગૌરવ જનક બાબત છે. મેટ્રો સીટી જેવી ન્યુ ઈયર પાર્ટી હોય કે વેલેન્ટઈન ડેની ઉજવણી યુવા વર્ગ અહી એન્જોય કરતા થયા છે. આ સરોવર ગૃપની હોટેલને એક વર્ષ તા. ૯ સપ્ટેમ્બર ૨૦૧૯-૨૦ર૦ના રોજ પૂર્ણ થતા સંચાલકોને અભિનંદન પાઠવી રહ્યા છે ત્યારે કોરડિયા અને રામ પરિવારે જણાવ્યું કે ધાર્યા કરતા પણ ગ્રાહકમિત્રોએ બહોળા પ્રતિસાદથી હોટેલને વધાવી લીધી છે ત્યારે અમારી પણ જવાબદારી વધે છે કે હજુ ઉત્તમોત્તમ ઇન્ટરનેશનલ સુવિધાઓ આપવી અને સોરઠનું નામ પ્રવાસન ક્ષેત્રે ઝળહળતું કરવું તે દરેક નાગરીકની ફરજ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews