માણાવદર પથંકમાં દિન-પ્રતિદિન એન્ટીજન કિટમાં ટેસ્ટીંગમાં ઘણા કોરોના કેસો મળ્યા છે. જે શહેર તથા ગામડામાં કોરોના કેસો આમ જનતા માટે ચિંતા જનક સ્થિતિ છે. તાકિદે શહેરમાં માસ્ક વિના રખડતા અને માસ્ક વિના સીનસપાટા કરનારને કમસેકમ પોલીસ સ્ટેશનમાં બેસાડી દો દંડ ન કરો તો કાંઈ નહી. જાે આમને ચાલ્યું તો સ્ફોટક સ્થિતિ થતા વાર નહી લાગે એવા ઘણા લોકો છે સ્વેૈચ્છીક હોમકોરોન્ટાઈન થાય છે. તો એવા ઘણા લોકો છે કે જેનાં ઘરમાં કેસો છે ટેસ્ટીંગ કરવા માંગતા નથી અને બહાર રખડે છે. માણાવદર તાલુકામાં ગઈકાલે એક યુવાનનું રાજકોટ ખાતે કોરોનામાં મૃત્યું થયાનું જાણવા મળે તો અગાઉ ૪ થી પ કેસો કોરોનામાં મૃત્યું થયા છે. અગાઉ પણ બહારપરામાં આવેલા મોલમાં સોશ્યલ ડિસ્ટન્સની ફરિયાદો ઉચ્ચ કક્ષાએ થયેલ તેમાં આજે પણ સોશ્યલ ડિસ્ટન્સ કે માસ્ક પહેરાતા નથી તેથી કોરોના કેસ વધશે તાકિદે મોલ શીલ કરવા માંગ છે. શહેરમાં રાવળપરા, રવજીમીલ પાસે, ગીરીરાજ નગર, માવજી જીણા સોલા, જલારામ મંદિર પાસે, પટેલ ચોક, એસબીએસ કોલોની સહિત અનેક વિસ્તારોમાં હોમકોરોન્ટાઈન કેસો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews