ભેંસાણ તાલુકાનાં પાટવડ કોઠા નજીકથી ૧.ર૦ લાખનાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સને એસઓજીએ ઝડપી લીધો

જૂનાગઢ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા સામે પોલીસે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જીલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટીના માર્ગદર્શન હેઠળ કડક પગલા ભરવામાં આવી રહયા છે. જૂનાગઢ એસઓજી પોલીસે ચોકકસ બાતમીના આધારે વોચ ગોઠવી રેઈડ કરતા પાટવડ કોઠા નજીકથી રૂા.૧,ર૦,૧૦૦ની કિંમતનાં ગાંજાના છોડ સાથે એક શખ્સને ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ એસઓજીનાં પીએસઆઈ જે.એમ.વાળા અને સ્ટાફે ચોકકસ બાતમીનાં આધારે ફોરેસ્ટ ચેકપોસ્ટ નજીક પાટવડ કોઠા પાસેથી જયભારથી ઉર્ફે ચારણ માતમા ગુરૂ રામપ્રસાદભારથી (ઉ.વ.પ૦)ને ગાંજા છોડ નંગ-૮ ૧ર કિલો રૂા.૧,ર૦,૧૦૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ એન.ડી.ટી.એસએ ક-૮ (બી) ર૦ (એ) રર(બી) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ ભેંસાણના પીએસઆઈ આર.એ.જાડેજા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!