કોરોનાની સારવાર દરમ્યાન અન્ય શહેરમાં મૃત્યું પામનાર મુસ્લીમોને ધોરાજીમાં જ દફન કરવાની મંજૂરી આપવા રજૂઆત

0

ધોરાજીના અન્જુમને ઈસ્લામ મેમણ મોટી જમાત દ્વારા કોરોનાની બિમારીને લઈ અન્ય શહેરમાં મુસ્લીમ સમાજના લોકોના મૃત્યું થવાના સંજાેગોમાં મૃતકની દફન વિધિ ધોરાજીમાં જ કરવાની મંજૂરી આપવા ધોરાજીના ડેપ્યુટી કલેકટરને રજૂઆત કરી છે. ધોરાજીના ડેપ્યુટી કલેકટરને અન્જુમને ઈસ્લામ મેમણ મોટી જમાત દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, હાલમાં કોવિડ-૧૯ની મહામારી ચાલી રહેલ છે જેમાં ધોરાજીમાં વસ્તા મુસ્લીમોને કોરોના પોઝીટીવ જણાય ત્યારે તેમને રાજકોટ, જૂનાગઢ કે અન્ય શહેરોની કોવિડ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવે છે. સંજાેગોવસાત મુસ્લીમ દર્દીનું જે તે શહેરની હોસ્પીટલમાં મૃત્યું થાય ત્યારે મૃતકને જે તે શહેરમાં જ દફન કરવાનો આગ્રહ તંત્ર દ્વારા રાખવામાં આવે છે. તંત્રની આવી નીતિને કારણે ધોરાજીમાં રહેતા મુસ્લીમો કોવિડ ટેસ્ટ કરાવવામાં આનાકાની કરે છે. કારણ કે ધોરાજીમાં રહેતા દરેક મુસ્લીમોની એવી ઈચ્છા હોય છે કે તેમને તેમના વતન ધોરાજીમાં જ દફન કરવામાં આવે. ધાર્મિક રીતે તેમજ મૃતકના વંજજ, સગા-સંબંધી દર શુક્રવારે સાબાન, મહોર્રમ અને ઈદના તહેવારો દરમ્યાન કબ્રસ્તાનમાં કબરની મુલાકાત લઈ તેમના આત્માની શાંતિ માટે ફાતીયા, દુઆ કરે છે અને સાંત્વના પ્રાપ્ત કરે છે.
ધોરાજીમાં રહેતા અને અન્ય શહેરની કોવિડ હોસ્પીટલમાં કોરોનાને લઈ મૃત્યું પામનાર દર્દીઓની દુઆખેર માટે અન્ય શહેરના કબ્રસ્તાનમાં જવું ન પડે તેથી ધોરાજીમાં રહેતા અને અન્ય શહેરમાં કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યું પામનારા મુસ્લીમ સ્ત્રી, પુરૂષોની દફનવિધિ ધોરાજીમાં કરવામાં આવે તેવી મંજુરી આપવા ધોરાજીની અન્જુમને ઈસ્લામ મેમણ મોટી જમાતના પ્રમુખ હાજી અફરોજ હા. હારૂન લકડકુટા અને સેક્રેટરી હાજી હમીદ હા. હારૂન ગોડિલ દ્વારા ધોરાજીના ડે.કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!