માંગરોળમાં ૭૦૦ ટયુબલાઈટ લાંબા સમયથી બંધ : એજન્સીને બ્લેક લિસ્ટમાં મુકવા રજૂઆત

પાણી, રસ્તા અને લાઈટની પ્રાથમિક સુવિધાઓ પાછળ સરકાર ભલે કરોડોની ગ્રાન્ટો ફાળવતી હોય, પરંતુ એજન્સીની બેદરકારીને લીધે માંગરોળમાં વિવિધ વિસ્તારોમાં ૭૦૦ જેટલી લાઈટો લાંબા સમયથી બંધ હાલતમાં છે. આ અંગે એજન્સીને બ્લેક લિસ્ટ કરવા નગરપાલિકા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરશે. માંગરોળ નગરપાલિકાએ ગત ઓકટોબર-૨૦૧૬માં નોયડા સ્થિત એજન્સી સાથે સરકારના ધારાધોરણ મુજબ સ્ટ્રીટલાઈટોને એલઈડી લાઈટોમાં પરિવર્તન કરવા કરાર કર્યો હતો. જે મુજબ શહેરી વિસ્તારમાં ૫૯૭૦ લાઈટો ફીટ કરવામાં આવી હતી. એગ્રીમેન્ટમાં એજન્સીએ શહેરમાં કંટ્રોલરૂમ ઊભો કરી, પોતાના માણસો દ્વારા લોકોની લાઈટ સબંધિત ફરીયાદોનો નિકાલ કરવાની શરત હતી. આ માટે મુખ્ય કોન્ટ્રાક્ટરે ગડુની પેટા એજન્સીને કામ આપેલ હતું. પરંતુ આજ દિન સુધી ન તો કંટ્રોલરૂમ ઊભો કરાયો, કે કોઈ માણસ મુકાયો નથી. છેલ્લા ૧૮ માસથી નવી લાઈટોનું મેઈન્ટેનન્સ પણ કરવામાં આવ્યું નથી. અનેકવાર ટેલિફોનિક ફરીયાદો છતાં સંતોષજનક કામગીરી કરવામાં આવી નથી. પરિણામે નગરપાલિકાએ ખર્ચ કરી ૪૦૦ લાઈટો ખરીદવાની ફરજ પડી છે. મુખ્યમંત્રી, ઉર્જામંત્રી સહિતનાને કરવામાં આવેલી રજૂઆતમાં એજન્સી સરકારને ગેરમાર્ગે દોરતી હોવાનો આક્ષેપ કરી જણાવાયું છે કે કામગીરી ન થતી હોવા છતાં એજન્સી દ્વારા બિલો મોકલવામાં આવે છે. જે ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ દ્વારા અત્રેથી સહમતિ મેળવ્યા વિના નગરપાલિકાને મળતી ગ્રાન્ટમાંથી કપાત કરી આ બિલોનો ચુકાદો કરવામાં આવે છે. જેની પાલિકાને એજન્સી કોઈ રસીદ પણ આપતી નથી આ બાબત શંકાશીલ ગણાવાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!