ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે પાક નિષ્ફળ જતાં ખેડુતનો આપઘાત

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની સહાય માટે અનેક જાહેરાતો કરવામાં આવે છે પરંતુ આ સહાય કેટલાય ખેડૂતો સુધી પહોંચતી ન હોવાની ચોતરફ ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં ભારે વરસાદથી અનેક ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો. અને અનેક ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતાં ત્યારે ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે બાબુભાઈ રાજાભાઈપોંકીયા (ઉ.વ.પ૮)એ ખેતીમાં વાવેલ પાક નિષ્ફળ જતાં પોતાની મેળે શરીરે કેરોસીન છાંટી જાતે સળગી જતાં તેઓનું મૃત્યુ થયું છે. આ અંગે ભેંસાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!