જૂનાગઢ સહિત રાજયમાં ફરસાણ-શાકભાજીનાં ભાવોમાં ધરખમ વધારો

0

જૂનાગઢ સહિત રાજયમાં વરસાદ બંધ થઈ ગયો હોવા છતા વિવિધ શહેરોની બજારમાં લીલા શાકભાજીની આવક ઓછી રહેતા ભાવો ઘટવાનું નામ લેતા નથી. રીંગણ, રવૈયા, ભુટ્ટા, ટામેટાં, ફુલેવર, રીંગણ અને લીલાશાકભાજીના ભાવોમાં અસહ્ય ઉછાળો રહેવા પામ્યો છે. જેના લીધે ફરી એકવાર ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. તો કેટલીક ગુજરાતી થાળીમાંથી લીલા શાકભાજીની જગ્યાએ કઠોળ ચાલું કરાયું છે. જયારે સામાન્ય દિવસોમાં રૂા.૧૨૦ થી ૧૫૦માં મળતી ગુજરાતી થાળીના ભાવો વધારીને રૂા.૧૮૦ થી ૨૫૦ કરી દેવાયા છે. માર્કેટમાં લીલા શાકભાજીની આવક ઓછી છે. જેના લીધે શાકભાજીના ભાવોમાં ધરખમ વધારો કરી દેવાયો છે. સામાન્ય દિવસોમાં ભુટ્ટા, રવૈયા અને ફુલેવર, રીંગણ રૂા.૩૦ કિલોએ વેંચાતા હતા તેના ભાવ વધીને ૧૨૦ થઈ ગયા છે. ટામેટાં રૂા.૨૦ કિલો હતા તે વધીને રૂા.૮૦ થઈ ગયા છે. જયારે લીલાશાકભાજી સામાન્ય દિવસોમાં ૪૦થી ૬૦ રૂા. કિલો મળતા હતા તે વધીને અત્યારે રૂા.૧૦૦થી ૧૫૦ કિલો વંેચાઈ રહ્યાં છે. ફુલેવરનો એટલો બધો પાક થયો હતો ત્યારે પૂરતો ભાવ નહીં મળવાને લીધે ખેડૂતોએ રસ્તા ઉપર ફેંકી દેતાં હતાં. કોથમીર રૂા.૧૮૦, મરચાં રૂા.૧૦૦ કિલો, બટાટા રૂા. ૪૦ કિલો, ડુંગળી રૂા.૩૦ કિલો વેંચાઈ રહ્યાં છે. શાકની જગ્યાએ કેટલીકવાર રસોઈમાં કઠોળ બનાવવામાં આવતું હતું જેમાં પણ ધીમે ધીમે ઉછાળો આવતા ખાવાનું શું ? એવો પ્રશ્ન લોકો પૂછી રહ્યાં છે.
ફરસાણનાં ભાવોમાં ઉછાળો
બેસનના ભાવો ઘટયા હોવા છતા ફરસાણના ભાવોમાં વધારો ઝીંકાયો છે. જેમાં પાપડી, ગાઠીયા, ફાફડા રૂા.૩૦૦ કિલો મળતા હતા તે વધારીને રૂ.૪૦૦ થી ૪૫૦ કરી દેવાયા છે. આ જ રીતે દાળવડા અને ભજીયા રૂા.૧૮૦ થી ૨૦૦ કિલો મળતા હતા તે વધીને રૂા. ૨૮૦ થી ૩૦૦ કિલો થઈ ગયા છે. પાણીવાળા ખમણ રૂા.૧૮૦ થી ૨૫૦ કિલો અને વાટીદાળના ખમણના ભાવ રૂા.૩૦૦ કિલો કરી દેવાયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!