જૂનાગઢ સહિત રાજયભરમાં કોરોનાનાં કેસોની વધતી જતી સંખ્યા અને સાથે ભોગ બનેલ દર્દીઓમાંથી કેટલાક દર્દીઓનાં મૃત્યું પણ થતાં હોય છે. પરંતુ જૂનાગઢનું તંત્ર મૃત્યું અંગેનો આંક દર્શાવતા નથી. અને મૃત્યુ છુપાવવાતા હોવાના ચોકાવનારો આક્ષેપો થઈ રહયા છે. અને જે અંગે અનેક ફરિયાદો પણ ઉઠવા પામી છે. દરમ્યાન જૂનાગઢનાં એક કોરોના વોરીયર્સનું કોરોના કાળમાં મૃત્યુંુ થયાનું આ બનાવને છુપાવી દેવામાં આવ્યો હતો. ગઈકાલે આરોગ્ય તંત્રનો કોરોના કેસ અંગેનો અપડેટ જારી કરવામાં આવેલ છે તેમાં કોરોનાનાં પોઝિટીવ કેસો, ડિસ્ચાર્જ કેસોની સંખ્યા બતાવી છે. પરંતુ કોઈનું મૃત્યું થયું હોય તો દર્શાવવામાં આવ્યું નથી. તો બીજી તરફ જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં નર્સ બ્રધર્સ તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ કોરીયાને કોરોના પોઝિટીવ આવતા તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતાં અને સારવાર દરમ્યાન તેમનું નિધન થયું છે. પરંતુ ગઈકાલે જે કોરોનાનો અપડેટ જારી કરવામાં આવેલ હતો તેમાં મૃત્યુંનું કેસની નોંધ નથી જેથી સાબિત થાય છે કે, જૂનાગઢનું કોરોના ૧૯ દ્વારા જે અખબારી યાદી જાહેર થાય છે તેમાં મૃત્યું આંકને છુપાવવામાં આવતું હોવાનું બહાર આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews