જૂનાગઢ શહેરની જનતા દર વર્ષે કરોડો રૂપિયાના વેરા લાઈટ, પાણી, રસ્તાની સુવિધા માટે ભરે છે. પરંતુ જૂનાગઢના લોકોને પ્રાથમિક સુવિધા મળી શકતી નથી. હાલ જૂનાગઢ શહેરના તમામ માર્ગો કંગાળ અને બિસ્માર છે. આ રસ્તા ઉપરથી વાહન લઈને પસાર થવું એટલે મોતના ખાડામાં ડૂબકી મારવા જેવું થાય છે. ‘જાે બચ ગયા વો બચ ગયા, જાે ડર ગયા સમજાે મર ગયા’ તમારા જાેખમે રસ્તા ઉપરથી પસાર થતી વખતે અકસ્માતની લટકતી તલવાર રહે છે અને અનેક લોકો આ ખરાબ રસ્તાઓને કારણે શારીરિક માનસિક યાતનાઓ વેઠી રહયા છે અને વાહનોને નુકશાન થઈ રહયું છે ત્યારે જૂનાગઢના અંબિકા ચોક વિસ્તારમાં રહેતા ભરત રાણીંગાએ એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈને એક લેખિત ફરિયાદ સાથે રજૂઆત કરી છે કે, જૂનાગઢ શહેરના ખરાબ રસ્તાઓને કારણે તેમને વાહન લઈને પસાર થતી વખતે શારીરિક માનસિક યાતના તેમજ તેમના મોટરસાયકલનાં જમ્પર ફેલ થઈ જવાને કારણે વાહનમાં મોટું નુકશાન પહોંચ્યું છે. ત્યારે આ બાબતે કાયદેસરની ફરિયાદ કોર્પોરેશનનાં સબંધિત અધિકારી વિરૂધ્ધ નોંધવા આ ફરિયાદ અરજીમાં ભરત રાણીંગાએ ફરીયાદ અરજી કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews