સુપ્રિમ કોર્ટે આંચકો અનુભવ્યો જ્યારે એમણે સાંભળ્યું કે, સાંસદો અને ધારાસભ્યો સામેનો સૌથી વધુ જૂનો ફોજદારી કેસ પંજાબનો છે જે ૧૯૮૩થી પડતર છે. સુપ્રિમ કોર્ટના જજાે એન.વી.રામન્ના, સૂર્યકાંત અને ઋષિકેશ રોયની બેન્ચે એક જાહેરહિત અરજીની સુનાવણી દરમ્યાન ટિપ્પણી કરી હતી કે, ફોજદારી કેસમાં દોષિત ઠરાવેલ સાંસદ ઉપર ચૂંટણી લડવા માટે આજીવન પ્રતિબંધ મૂકવો જાેઈએ. કોર્ટ મિત્ર વકીલ વિજય હંસારિયાએ સુપ્રિમ કોર્ટના ૪થી માર્ચના આદેશને ટાંકતા જણાવ્યું જેમાં એમને કોર્ટે આદેશ આપ્યો હતો કે, સાંસદો અને ધારાસભ્યો સામેના પડતર ફોજદારી કેસોની વિગતો રજૂ કરવામાં આવે.
જજ રામન્નાએ કોર્ટ મિત્રને પૂછ્યું કે, સૌથી જૂનો પડતર કેસ કયો છે. એના જવાબમાં એમણે કહ્ય્šં કે, સૌથી જૂનો કેસ પંજાબનો છે જે ૧૯૮૩થી પડતર છે. એમણે કહ્ય્šં કે, આ હકીકત આંચકો આપનાર છે. બેન્ચે પૂછ્યું કે, જે કેસમાં જન્મટીપની સજાની જાેગવાઈ છે એ ૩૬ વર્ષથી કેમ પડતર છે ? પંજાબ તરફે હાજર રહેલ વકીલે કહ્ય્šં કે, હું આ બાબતે તપાસ કરી આગામી સુનાવણીએ જવાબ આપીશ. સુપ્રિમ કોર્ટે કેન્દ્રને કહ્ય્šં કે, દોષિત સાંસદોને ચૂંટણી લડવા ઉપર આજીવન પ્રતિબંધ મૂકવા માટે એ પોતાનું મંતવ્ય ૬ અઠવાડિયામાં રજૂ કરે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews