મોદી સરકાર દ્વારા શ્રમ કાયદામાં ત્રણ મોટા સુધારા આ પગલાંથી ગુજરાત સહિત ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશને સંશોધન કરવામાં મદદ મળશે

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શ્રમ કાયદામાં મોટા ત્રણ ફેરફારો કર્યા હતા. કેન્દ્રીય કેબિનેટે ગઈકાલે સોશિયલ સિક્યોરિટી, ઈન્ડસ્ટ્રીયલ રિલેન્સન અને ઓફ્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ અંગેના કાયદામાં બદલાવ કર્યો હતો. જેમાં કર્મચારીઓ માટે પેન્શન અને મેડિકલ લાભને સામેલ કરવામાં આવ્યા છે. નવા કાયદા હેઠળ ૧૦૦ અથવા તેનાથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થામાં છટણી માટે વિશેષ જાેગવાઈઓનું પાલન કરવું પડશે. કેન્દ્ર સરકાર દ્વારા ભરવામાં આવેલા આ પગલાંથી રાજ્ય સરકારોને શ્રમ કાનૂનના ફ્રેમવર્કમાં બદલાવ કરવામાં મદદ મળશે.
સંસદના આગામી ચોમાસું સત્રમાં આ સુધારાને મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. સંશોધિત કાયદામાં તે શરતો અને ક્ષેત્રોની સ્પષ્ટ રીતે વ્યાખ્યા કરવામાં આવી છે જેમાં ફિક્સડટર્મ એમ્પોલયમેન્ટ સામેલ છે. શ્રમ કાયદામાં જે સુધારા રજૂ કરવામાં આવ્યા છે, તેમાં ઓક્યૂપેશનલ સેફ્ટી અંગે યોગ્ય પ્રાધિકરણની વ્યાખ્યા પણ જણાવાઈ છે.
સાથે ઈન્ડસ્ટ્રિયલ રિલેશન કોડમાં ટર્મ એમ્પ્લોઈઝ અને વર્કર્સ વચ્ચેના અંતરને નાબૂદ કરવામાં આવ્યું છે. ૧૦૦ અથવા ૧૦૦થી વધુ કર્મચારી ધરાવતી સંસ્થામાં છટણી માટે ખાસ જાેગવાઈઓ રજૂ કરવામાં આવી છે. સંસ્થામાં કામ કરતા કામદારો માટે આરોગ્ય સલામતી ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!