સાજા થયેલા ૮૦% દર્દીઓને ફેફસામાં ગંભીર સમસ્યા થઇ શકે છે : એઇમ્સનો નવો ખુલાસો

0

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સીસ(એઇમ્સ)ના નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ ચેતવણીઆપતા કહ્યું છે કે, કોરોના વાયરસ સંક્રમણથી સાજા થયેલા દર્દીઓને પછીથી સામાન્ય સંક્રમણ થઇ શકે છે. તેમ છતાં કોરોના વાયરસને સામાન્ય રીતે લેવાની જરૂર નથી કેમ કે કોરોનાથીસાજા થનારા દર્દીઓમાંથી ૬૦થી ૮૦ ટકા દર્દીઓમાં કોઇને કોઇ મુશ્કેલી જાેવા મળી રહી છે. આ મુશ્કેલી શરીરમાં સામાન્ય દુઃખાવાની પણ હોય શકે છે પરંતુ ચિંતાની વાત એ છે કે કેટલાક દર્દીઓમાં ફેફસાં તથા હૃદય સંબંધિત કેટલીક ગંભીર બીમારી સામે આવી રહી છે. તેઓ નેશનલ ગ્રાન્ડ રાઉન્ડ-૭ને સંબોધિત કરી રહ્યા હતા. ગુલેરિયાએ દેશભરના ડોક્ટરોને કોરોના બાદના પડકારો સામે પહોંચી વળવા તૈયાર રહેવા માટે સલાહ આપી છે. તેમણે કહ્યું કે, કોરોનાથી સાજા થયા બાદ પણ અનેક દર્દીઓના ફેફસાં નબળા થઇ રહ્યા છે. આનાથી તેમને લાંબા સમય સુધી ઓક્સિજનની જરૂર પડી રહી છે. આવા દર્દીઓના ફેફસામાં ફાઇબ્રોસિસની ગંભીર સમસ્યા જાેવા મળી રહી છે. કોરોનાથી સાજા થયેલા બે દર્દીઓના ફેફસાં ખરાબ થઇ ગયા છે.
એઇમ્સમાં અત્યારસુધી ફેફસાં પ્રત્યારોપિત થયા નથી. પરંતુ સંસ્થાને આ સુવિધા ઉપલબ્ધ કરી લીધી છે. એઇમ્સ પાસે તેનું લાયસન્સ પણ છે. ગુલેરિયાએ વધુમાં કહ્યું કે, કોરોનાને કારણે અનેક દર્દીઓમાં સ્ટ્રોકની સંખ્યા પણ વધી રહી છે. સાજા થયા બાદ પણ તેમના જીવનની ગુણવત્તાને ભારે અસર પહોંચી છે. કેટલાક દિવસો પહેલાજ એઇમ્સના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, કોરનાને કારણે સ્ટ્રોકથી પીડિત લોકો જાેવા મળ્યા છે. આ જ રીતે અનેક દર્દીઓમાં હૃદય સંબંધિત ગંભીર બીમારી બહાર આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!