રાજ્યના દક્ષિણ-મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ચાર દિ’ વરસાદની આગાહી

0

રાજ્યભરમાં બફારાના વધતા પ્રમાણને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. આ સ્થિતિમાં એક સારા સમાચાર છે. ગુજરાતમાં એક સપ્તાહનાં વિરામ બાદ ચાર દિવસ માટે ફરી વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ, મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ સુધી વરસાદ વરસી શકે છે. નોંધનીય છે કે, અત્યારસુધીમાં સિઝનનો કુલ ૧૨૧ ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૧૧ સપ્ટેમ્બરના રોજ વીજળીના ચમકારા સાથે ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. દાહોદ, ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ૧૨મી સપ્ટેમ્બરના રોજ ગાજવીજ સાથે ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!