જૂનાગઢ મહાનગરપાલિકામાં આગામી દિવસોમાં કર્મચારીઓને પગાર વધારાનું સેટપ મંજુર કરી તેમજ લોકલ ભરતી કરવામાં આવનાર છે ત્યારે આ પગાર વધારો અને લોકલ ભરતીમાં ગેર વહીવટ થવાની પૂરે પૂરી શકયતા અને વહીવટ કરીને લાભો મેળવવાની હીલચાલ શરૂ કરી દેવામાં આવી છે. ખાનગી રાહે મળેલી હકીકત અનુસાર ભરતી પ્રક્રિયામાં વગેવાણા કરવા માટે પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે પગાર વધારો અને લોકલ ભરતી પ્રક્રિયામાં કઈ ખોટુ ન થાય અને વહીવટ ન થાય તેમજ કોઈપણ પ્રકારનું કૌભાંડ ન થાય તે માટેની ભરતી અંગેની પ્રક્રિયા પારદર્શક વ્યવસ્થા કરવાની માંગણી ઉઠવા પામી છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભુતકાળમાં પણ અનેક પ્રકારના કૌભાંડો સાથે ભરતીકાંડ પણ થયાના અનેક કિસ્સાઓ બહાર આવેલ છે. એટલું જ નહી પુરતુ એજયુકેશન ન હોય અને લાયકાત વિનાના ઘણા કર્મચારીઓ સાહેબ બની અને વર્ષો થયા જુદી જુદી જગ્યા ઉપર રાજ કરી રહ્યા છે. પ્રજા બીચારી પ્રાર્થમિક સુવિધાના પ્રશ્ને અટવાયેલી છે ત્યારે મનપાના જવાબદાર અધિકારી તેમજ ચોકકસ રાજકીય વ્યકિત દ્વારા ભરતી સહીતના પ્રક્રિયામાં હાથ નાખી અને વહીવટ કરી અને લાભો અપાવવામાં આવતા હોવાની અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે. સાહેબ બની ગયેલા લાયકાત વિનાના જેતે શાખાના અધિકારીઓએ આજ સુધીમાં જૂનાગઢની કોઈ સેવા સારી રીતે પૂરી પાડી નથી. દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકામાં કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોતાના પગાર વધારવાના તથા ઉચ્ચત્તમ પગાર ધોરણ અને પ્રમોશન મેળવવા તથા લોકલ ભરતી કરવાના બહાના હેઠળ ભરતી શરૂ કરવામાં આવ્યું હોવાનું ચર્ચા ઉઠવા પામી છે. મહાનગરપાલિકાના એક રોજમદાર કર્મચારીએ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકને કેટલીક વિગતો આપી છે જાે આ વિગતો સાચી હોય અને તેની ઉપર તપાસ કરવામાં આવે તો કેટલીક સનસની ખેજ વિગતો બહાર આવે તેવી છે. આ રોજમદાર કર્મચારીએ જણાવેલ છે કે, જૂનાગઢ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકરીઓની બંધ બારણે પોતાના અંગત હિતો સાધવા માટે ખાનગીમાં મિટીંગનું આયોજન કરી સેક્રેટરી, એન્જીનીયર (વોટર શાખા), એન્જીનીયર (બાંધકામ શાખા), આસી.કમિશ્નર (નાણાં), કમિશ્નર કચેરીના વહીવટી અધિકારી આ બધી જ જગ્યાઓમાં અલગ અલગ પ્રકારના ઉઘરાણાઓ કરી મહાનગરપાલિકાના વડા દ્વારા પગાર વધારાને મંજુરી આપવામાં આવે છે અને હાલમાં આધારભૂત રાજકીય વ્યકતીઓ દ્વારા જાણવા મળેલ છે કે, ભૂતકાળની જેમ હાલના જવાબદાર અધિકારી વહીવટ કરીને આવનાર દિવસોમાં સ્થાનિક જગ્યાઓમાં ઉચ્ચ પગાર ધોરણ મંજુર કરી ભરતી કરવાના છે અને કેટલાક કર્મચારીને લાભ આપવા માટે તેમજ બીજા કેટલાક કર્મચારીને રાજય સરકારના નિયમો વિરૂધ્ધ પોતાની રીતે સેટઅપ પ્રમોશનના સુધારા વધારા કરવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ તત્કાલી કમિશ્નર વી.કે. રાજપુતના સમયમાં ભરતી કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરેલ છે અને રાજપુતને તે કારણોસર હાલ ઘરે બેસવાનો વારો આવ્યો છે. અંતમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં પગાર વધારા તેમજ લોકલ ભરતીમાં કોઈ ગેર વહીવટ ન થાય તે માટે તાત્કાલીક યોગ્ય પગલા અને યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટેની માંગણી મનપાના રોજમદાર શૈલેષ એમ. પરમારે રહેવાસી પંચેશ્વર રોડ જૂનાગઢ વાળાએ જાગૃત રોજમદાર કર્મચારીએ તપાસ કરવા માંગણી કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews