રાજય સરકારનાં આદેશથી જૂનાગઢ શહેરમાં પીટીસી સંકુલમાં આવેલ હૉર્શ રાઇડિંગ સ્કૂલ આગામી તા.૧૫ સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં ઘોડા સવારે માટે બેઝિક અને એડવાન્સ કોર્સ શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થી અને સરકારી કર્મચારી માટે ૯૦ દિવસના બેઝિક કોર્સ માટે રૂા.૨૨૫૦ ફી નક્કી કરવામાં આવી અને એડવાન્સ કોર્સ માટે૩ હજાર ફી નક્કી કરી કરવામાં આવી છે. જયારે અન્ય લોકો માટે બેઝિક કોર્સના ૪૫૦૦ અને એડવાન્સ કોર્સના ૬ હજાર નકકી કરાયા છે. જૂનાગઢ જીલ્લા પોલીસ દ્વારા ચાલતી હોર્શ રાઇડિંગ સ્કૂલ છેલ્લા ૧૫ માસથી બંધ હતી જે હવે શરૂ થવા જઈ રહી છે અને રાજ્ય સરકારના આદેશ અનુસાર નીતી નિયમ સાથે ફરી હોર્શ રાઇડિંગ સ્કૂલ શરૂ થશે ઘોડા વિષે સંપૂર્ણ માહિતી સાથે કોર્સ કરવામાં આવશે હોર્શ રાઇડિંગનો કોર્સ પૂર્ણ થતાં તેમને સર્ટીફીકેટ પણ આપવામાં આવે છે જે વિદ્યાર્થી માટે ખૂબ ફાયદાકારક છે તેમ હોર્સ રાઈડીંગ સ્કૂલનાં પીએસઆઈ જેકે ત્રિવેદીએ જણાવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews