માંગરોળનાં શેરીયાઝ ગામે આવેલ કોઝવેમાં ન્હાવા જતાં આરેણાનાં આશાસ્પદ યુવાનનું મૃત્યું : અરેરાટી

માંગરોળના શેરીયાજ ગામે નદી કાંઠે ગોંદરા કોઝવેમાં ગુરૂવારે ન્હાવા જતા આરેણાના રબારી યુવકનું મોત નિપજ્યું હતું. યુવક સવારે માંગરોળ ખાતે બ્લડ ડોનેશન કેમ્પમાં પોતાનું રક્તદાન કરી શેરીયાજ કોઝવેમાં ન્હાવા પડેલ ત્યાં ડુબી જતા અરેરાટી વ્યાપી ગઈ છે.
માંગરોળ તાલુકાના આરેણા ગામના ૧૯ વર્ષીય રબારી યુવક કાના ભોજા ગરચર ગુરૂવારે સવારે માંગરોળના માંડવી દરવાજે આવેલ બજરંગ વંડીમાં રાખેલ બ્લડ ડોનેશન કેમ્પમાં પોતાનું રક્તદાન કરવા આવેલ. જયા પોતાનું બ્લડ ડોનેટ કરી શેરીયાજ કોઝવે ઉપર ન્હાવાની મોજ કરવા જતો રહેલા. શેરીયાજના ગોંદરા નામે પ્રખ્યાત કોઝવેમાં ન્હાવા જતા યુવક ડુબી ગયેલ. ન્હાવાની મોજ માણતા બીજા યુવાનોએ તેને તાત્કાલિક બહાર કાઢી ૧૦૮ દ્વારા માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ પરંતુ ત્યાં સુધીમાં યુવકે દંમ તોડી દીધો હતો. મૃતક હાલમાં વિવિધ પરીક્ષાઓની તૈયારી કરી રહયો હતો. અહીં ન્હાવા ઉપર સરકાર પ્રતિબંધ જાહેર કરે તેવી શેરીયાજનાં આગેવાન દાનાભાઈ ખાંભલાએ માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!