માણાવદર તાલુકાનાં જાંબુડા ગામે રૂા.ર.૯૦ લાખનાં સોનાના દાગીનાની ચોરી

0

માણાવદર તાલુકાનાં જાંબુડા ગામે રહેણાંક મકાનમાંથી સોનાના દાગીનાની ચોરીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જાંબુડા ગામે રહેતા જયદીપભાઈ પરબતભાઈ ડાંગર (ઉ.વ.૩૦)એ પોલીસની એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે તા.૧૩-૯-ર૦ર૦ કલાક ૧૧-૩૦ થી ૧૯ દરમ્યાન અજાણ્યા કોઈ શખ્સે ફરીયાદીનાં ઘરમાં પ્રવેશ કરી રસોડામાં રાખેલ ઘરની ચાવી વડે તાળા ખોલી રૂમમાં પ્રવેશ કરી રૂમની અંદર રહેલ કબાટમાં ખાના ખોલી રોકડા રૂા.૩પ૦૦૦/- તથા સોનાનો ચેઈન જે અંદાજે ત્રણ તોલાનો જેની અંદાજીત કિ.રૂા.૯૦,૦૦૦/- તથા સોનાનું પેન્ડલ જે આશરે અઢી તોલાનું જેની અંદાજીત કિ.રૂા.૭પ૦૦૦/- તથા સોનાની ત્રણ વીંટી અંદાજે જે ત્રણ તોલાની જેની આશરે કિ.રૂા.૯૦,૦૦૦/- એમ કુલ કિ.રૂા.ર,૯૦,૦૦૦/-ની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યાની ફરિયાદ નોંધાતા આગળની વધુ તપાસ માણાવદરનાં પીએસઆઈ પી.વી. ધોકડીયા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!